સિદ્ધ સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: સિદ્ધ સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા કપરાડા તાલુકાના બુરલા ગામે ચિચલી ફળિયાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિયાળાના સિઝનમાં બાળકોને સ્વેટર અને ગ્રામજનોને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા. કપડા વિતરણ કરતા શાળાના બાળકો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. આ શુભ પ્રસંગે બુરલા પ્રાથમિક શાળાના આચાર્ય અને કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ એવા જીવનભાઈ ધાકલભાઈ ગાયકવાડ જણાવ્યું હતું કે, આવા અમારા ઊંડાણ વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને આવા દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરતા રહે જેથી બાળકો ભણવામાં પણ આગળ વધે સાચી દિશા તરફ બાળકો વધે જીવનમાં એક આ વિસ્તારનું નામ રોશન કરે ટ્રસ્ટી હિતેશભાઈ જણાવ્યું હતું કે બાળકો ભણી ગણીને આગળ વધે પોતાની મંઝિલ હાસિલ કરે અમારી સિદ્ધ સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા જે પણ વિદ્યાર્થી મા-બાપની પરિસ્થિતિ સારી ન હોય ભણવાની ઈચ્છા ધરાવતા હોય એવા વિદ્યાર્થીને અમે આગળ ભણાવવા માટે સહાય આપતા રહીશું. જ્યાં પણ નોટબુક, પેન્સિલ કે બેગ જેવા ભણતર માટે કોઈપણ વસ્તુની જરૂર હોય તો અમે સહાય આપતા રહીશું. આ શુભ પ્રસંગે શિક્ષક સુરેશભાઈ છગનભાઈ, સિન્ધા તાલુકા પંચાયત સભ્યરસીલાબેન મગનભાઈ ગાંવિત, ગામના સરપંચ વસંતભાઈ કામડી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.