Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

મૃતક યુવાનોના તૂટેલા મોબાઈલ માત્ર મળ્‍યા હોવાથી પોલીસે
ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: રેલવે લાઈન ક્રોસ કરતા ગાફેલપણા કે ઉતાવળમાં લોકો જીંદગીથી હાથ ધોઈ બેસતા હોવાના બનાવો લગાતાર બનતા રહ્યા છે. આજે સોમવારે સવારે વાપી ફાટકે રેલવે પાટા ક્રોસ કરતા બે યુવાનો ટ્રેન અડફેટમાં આવી જતા ઘટના સ્‍થળે જ બન્ને યુવાનના કમકમાટી ભર્યા મોત નિપજ્‍યા હતા.
વાપી જુના રેલવે ફાટકે ઉતાવળે ઉતાવળે રેલવે પાટો ક્રોસ કરી રહેલા બે યુવાનો ટ્રેક અડફેટમાં આવી જતા ક્ષણોમાં બન્ને યુવાનો લોહીના ખાબોચીયામાં પટકાયા હતા. વાપી રેલવે પોલીસને જાણ થતા જ જીઆરપી ઘટના સ્‍થળે ધસી આી હતી. મૃતક યુવાનના કપડા સામાન તપાસ કરતા માત્ર બે તૂટેલા મોબાઈલ મળી આવ્‍યા હતા તેથી મૃતકોની ઓળખ થઈ નહોતી. પોલીસે ઓળખ માટે એ.ડી. નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Related posts

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

vartmanpravah

વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધે છે, જ્‍યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે’

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

Leave a Comment