Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

અધિક જિલ્લા કલેક્‍ટર વિવેક કુમારની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કરાયેલીનિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12

દીવ નગરપાલિકાની તમામ 13 વોર્ડમાં ભાજપનો વિજય થયા બાદ હવે પ્રમુખ પદે કોણ બિરાજશે તે માટે આગામી તા.16મી જુલાઈના શનિવારે ચૂંટણી યોજાશે. આ અંગે દીવ જિલ્લા કલેક્‍ટર શ્રી ફવરમન બ્રહ્માએ અખબારી યાદી જાહેર કરીને જણાવ્‍યું છે કે દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 16મી જુલાઈ, 2022ના રોજ દીવ નગરપાલિકાના સભાખંડમાં યોજાશે.

જિલ્લા કલેક્‍ટર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, દાદરા નગર હવેલી અને દમણ-દીવ મ્‍યુનિસિપાલિટી રેગ્‍યુલેશન 2004ની કલમ 53 હેઠળ દીવ નગરપાલિકા સભાગૃહમાં આગમી તા.16 જુલાઈ, 2022ના રોજ કાઉન્‍સિલરોની ખાસ બેઠક યોજાશે, જેમાં દમણ-દીવ નગરપાલિકા નિયમ 1995, હેઠળ દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની પસંદગી કરવામાં આવશે. આ ચૂંટણી માટે દીવના અધિક જિલ્લા કલેક્‍ટર શ્રી વિવેક કુમારની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દીવ નગરપાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી માટેના ઉમેદવારો 16મી જુલાઈના રોજ સવારે 10.30 થી 11.30 વાગ્‍યા સુધી પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી વિવેક કુમારને તેમના ઉમેદવારી પત્રો જમા કરાવી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી સવારે 11.30 થી 12.30 વાગ્‍યા સુધીકરવામાં આવશે, ત્‍યારબાદ ઉમેદવારો પાસે નામાંકન પરત ખેંચવા માટે બપોરે 12.30 વાગ્‍યા સુધીનો સમય રહેશે. 12.30થી દીવ નગરપાલિકાના પ્રમુખ અને નાયબ પ્રમુખની ચૂંટણી થશે.

Related posts

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી વીજ કંપનીના સ્‍ટોરમાંથી ચોરી કરેલા 3 ટ્રાન્‍સફોર્મર ટેમ્‍પોમાં ધરમપુર બરૂમાળ ચોકડીથી ઝડપાયા

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

શાળા વિકાસ સમિતિ પ્રશિક્ષણનું આયોજન દીવ મુકામે કરવામાં આવ્યું

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment