Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્‍યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા

લાભાર્થીઓને વોકિંગ સ્‍ટીક, હિયરિંગ એઇડ, એલ.એસ.બેલ્‍ટ, ની બ્રેસ કીટ, વ્‍હીલચેર સહીત અન્‍ય સાધન સામગ્રીનો આપવામાં આવ્‍યો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : ભારત સરકારના સામાજીક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલય દ્વારા પ્રતિનિધિ સુશ્રી પ્રિયંકા તોમર અને એલીમ્‍કોના ડોક્‍ટર દીપકની ઉપસ્‍થિતિમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના'(ય્‍સ્‍ળ્‍) અંતર્ગત એલીમ્‍કો, જબલપુરના માધ્‍યમથી વરિષ્ઠ દિવ્‍યાંગ નાગરિકોને મદદરૂપ ઉપકરણોના વિતરણ સમારંભનું આયોજન આજે સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રજનીબેન શેટ્ટી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે સમાજ કલ્‍યાણ વિભાગના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘વયોશ્રી યોજના’ અને ‘એડીપી’ યોજના અંતર્ગત પ્રદેશના વરિષ્ઠ દિવ્‍યાંગ નાગરિકોને મદદરૂપ સાધન સામગ્રી આપવામાં આવી હતી. દરમિયાન કૃત્રિમ ઉપકરણની મુદ્દત ક્‍યા સુધીની છે? એનો ઉપયોગ કેવી રીતે કરવો? વગેરે બાબતે લાભાર્થીઓને જાણકારી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશના 51જેટલા લાભાર્થીઓને વોકિંગ સ્‍ટીક, હિયરિંગ એઇડ, એલ.એસ.બેલ્‍ટ, ની બ્રેસ કીટ, વ્‍હીલચેર સહીત અન્‍ય સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. બાકી અન્‍ય લાભાર્થીઓને પણ મદદરૂપ સાધનોનું વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સંરક્ષણ સમિતિ દાનહ અને દમણની ટીમે સહયોગ આપ્‍યો હતો.

Related posts

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં 13 મેડલ જીત્‍યા

vartmanpravah

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા

vartmanpravah

દેવકાની સેન્‍ડી રિસોર્ટમાં દમણ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક્‍ટ 3232જ્‍2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment