April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

મહેક ગજેરા ગૃપએ ભારતનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતું :
ફેસ્‍ટીવલમાં 12 દેશના કલાકારોએ ભાગ લીધો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: યુરોપીયન દેશ હંગેરીમાં આંતરરાષ્‍ટ્રિય ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલ અને ગ્રીસમાં લેફકાડા ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલ યોજાયો હતો. જેમાં ભારત તરફથી પ્રતિનિધિત્‍વ ગુજરાત વાપીના મહેક ગજેરા ગૃપ કરી ભારતીય નૃત્‍યકલા વારસો અને સંસ્‍કૃતિની પ્રસ્‍તૂતિ કરી કલા વારસાની સુવાસ વિશ્વ ફલક ઉપર ફેલાવી હતી. ભારતીય કલ્‍ચર ઉજાગર કર્યું હતું.
ઓગસ્‍ટ મહિનાના અંતમાં હંગેરી ખાતે 26માં આંતરરાષ્‍ટ્રિય ફોલ્‍ક ફેસ્‍ટીવલ અને ગ્રીસમાં લેફકાડા ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બન્ને ડાન્‍સ ફેસ્‍ટીવલમાં ગુજરાત વાપીના મહેક ગજેરા ગૃપ-એ મેદાન મારી ભારતનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. ભારતભરમાંથી ફોસ્‍ટીવલ માટે વાપીના ગૃપની પસંદગી થઈ હતી. જોગાનુજોગ તે સમયે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પણ ગ્રીસ પ્રવાસે જ હતા. તેઓ ફેસ્‍ટીવલની મુલાકાત લેવાના હતા પરંતુ વ્‍યસ્‍તતાને લઈ મુલાકાત લઈ શક્‍યા નહોતા. આ સિધ્‍ધિનો આનંદ વ્‍યક્‍ત કરતા મહેક શિવાંગ ગજેરાએ જણાવ્‍યું હતું કે, હંગેરીમાં તેમના ગૃપએ ભારતના પરંપરાગત પ્રાચીન ગરબા, ટીપ્‍પની નૃત્‍ય, ડાંગી નૃત્‍ય, ડાકલા નૃત્‍ય, પરંપરાગતગામડાના દૃશ્‍યમાં પ્રસ્‍તૂત કર્યા હતા તેમજ ઐઈગીરી નંદિની સ્‍તોત્રમ, શાષાીમ, ભરતનાટયમ્‌ નૃત્‍ય રજૂ કરી હંગેરીઓના દિલ જીતી લીધા હતા. આ કલ્‍ચરલ ફેસ્‍ટીવલમાં મેક્‍સિકો, યુક્રેન, જાપાન, ઈન્‍ડોનેશીયા, જ્‍યોર્જિયા, કોલંબિયા, ચીલી જેવા 12 દેશોએ ભાગ લીધો હતો. આ ઈવેન્‍ટ યુનેસ્‍કો અને ગ્રીસ, હંગેરી સરકાર દ્વારા યોજવામાં આવ્‍યો હતો. વિશેષ તો મહેક ગજેરાએ જણાવ્‍યું હતું કે, વિદેશીઓને ગરબાના સ્‍ટેપ શિખવાડયા હતા.

Related posts

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

vartmanpravah

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah

ધરમપુરની એસઅમએસએમ હાઈસ્‍કૂલમાં જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના હસ્‍તે સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમનો પ્રારંભ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

Leave a Comment