January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

ટેમ્‍પો ચાલક મધુ વલ્લભા દિવટે, ક્‍લિનર પુષ્‍પરાજ મનુકરની ધરપકડ : રૂા.2.49 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કપરાડા પોલીસને મળેલી બાતમી આધારે જુની આર.ટી.ઓ. કચેરી પાસે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન આઈશર ટેમ્‍પોમાં આઠ જરસી ગાયો અને ત્રણ વાછરડાને ગેરકાયદે વઢવાણથી કતલખાને લઈ જવાતા પોલીસે ઝડપી પાડી ટેમ્‍પો ચાલક અને ક્‍લિનરની ધરપકડ કરી હતી.
કપરાડા પોલીસે મળેલ બાતમી આધારે ગતરોજ જુની આર.ટી.ઓ. કચેરી પાસે વોચ ગોઠવી વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી ત્‍યારે બાતમી વાળો ટેમ્‍પો નં.કે.એ.22 ડી 1239 આવતા ચેકિંગ કરતા ટેમ્‍પોમાં આઠજરસી ગાય તથા ત્રણ વાછરડા બેરહમી રીતે ભરેલા મળી આવ્‍યા હતા. જાનવરો અંગે જરૂરી કાગળો માગતા ડ્રાઈવર, ક્‍લિનર રજૂ નહી કરતા પોલીસે ચાલક મધુવલ્લભા દિવેટે રહે.મહારાષ્‍ટ્ર, બેગલામ અને ક્‍લિનર પુષ્‍પરાજ મનુકરની અટક કરી હતી. ગાયો ભરેલ ટેમ્‍પો રાતા પાંજરાપોળમાં મોકલી અપાયો હતો. પોલીસે જરસી ગાય કિ. રૂા.2.40 લાખ અને 9 હજારની વાછરડી મળી કુલ રૂા.2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ગાયો ભરાવનાર સમ્‍પ હમીર તમાલીયાને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.

Related posts

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

Leave a Comment