Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર દેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લામાં એવરેજ એકલ દોકલ અજગરો ક્‍યારેક ક્‍યારેક દેખા દેતા હોય છે પરંતુ ગજબની ઘટના વલસાડની એક કંપનીમાં આજે બુધવારે ઘટી હતી. કંપનીની અવાવરુ જગ્‍યામાંથી અધધ ચાર જેટલા અજગર એક સાથે પારડી જીવદયા ગૃપના કાર્યકરોએ રેસ્‍ક્‍યુ કર્યા હતા.
વલસાડ અબ્રામા નેશનલ હાઈવે નજીક આવેલ સિડમેક લેબોરેટરીઝ પ્રા.લી. કંપનીમાં અવાવરુ જગ્‍યામાં અજગર દેખાદેતા કંપની મેનેજર સુનિલભાઈ પટેલએ પારડી જીવદયા ગૃપને કોલ આપ્‍યો હતો. ગૃપના મિતેશ પટેલ અને તેમની ટીમ વલસાડ કંપનીમાં પહોંચી ગઈ હતી. કંપનીમાં એક અજગર બહાર કાઢતા બીજો, ત્રીજો અને ચોથો અજગર અવાવરૂ જગ્‍યામાં ઘાસ-કચરામાં લખાયેલા મળી આવ્‍યા હતા તે પૈકી એક માદા-20 કિ.ગ્રા. નર 15 કિ.ગ્રામ અને બે નાના અજગર 8-8 કિ.ગ્રામના હતા. અજગરો પકડવાનુંજોખમી ઓપરેશન મિતેશ પટેલએ કુનેહ અને હિંમતથી પાર પાડયું હતું. તમામ અજગરોને ચણવઈ વન વિભાગને સોંપી દેવામાં આવ્‍યા હતા. જંગલ વિભાગે અજગરોને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. મિતેશ પટેલએ જણાવ્‍યું હતું કે, આ અવાવરુ જગ્‍યામાં અજગરએ ઈંડા મુક્‍યા હશે તેથી એક સાથે ચાર અજગર મળી આવ્‍યા છે. અજગરનું રેસ્‍ક્‍યુ કરવા બદલ મિતેશ પટેલની કામગીરીને કંપની મેનેજર સુનીલભાઈ પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

vartmanpravah

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે આનંદ ઉત્‍સાહ-ઉમંગ સાથે કરેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment