July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

પ્‍લોટ નં.737માં આવેલ આર.ડી. ઈલેક્‍ટ્રીકમાં રાતે ચોર ત્રાટક્‍યા :
કોપર જથ્‍થો ચોરી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ ગુંદલાવ જીઆઈડીસીમાં કાર્યરત મોટર રિવાઈડીંગ અને ટ્રાન્‍સફોર્મર બનાવતી કંપની રવિવારે રાતે 10મી વાર ચોરીનો બનાવ બનતા આજુબાજુની કંપનીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અત્‍યાર સુધીમાં વિવિધ બનાવમાં કંપનીનો લાખોનો સરસામાન ચોરાયો છે.
ગુંદલાવ ન્‍યુ જીઆઈડીસી પ્‍લોટ નં.737માં કાર્યરત આર.ડી. ઈલેક્‍ટ્રીક નામની કંપની મોટર રિવાઈડીંગ અને ટ્રાન્‍સફોર્મર બનાવવાનું કામકાજ ચાલે છે. આજે સોમવારે કંપની સંચાલક-રાજેશભાઈ પટેલ કંપની ઉપર આવ્‍યા ત્‍યારે કંપનીના તાળા તૂટયા હતા. તપાસ કરતા કંપનીમાંથી કિંમતી કેબલ કોપર જથ્‍થાનો કિંમતી સામાન ચોરાયાનું જણાવતા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કંપનીમાં આવી સી.સી.ટી.વી. ફુટેજ તપાસતા ત્રણ ઈસમો ચોરીનો અંજામ આપતા કેદ થયેલા મળી આવ્‍યા હતા.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા -કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં 246 જેટલા સ્‍થળોએ કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પ્રસાર થનાર ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદનનું જાહેરનામું સરકાર દ્વારા રદ્‌ કરાતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

દમણના અરબી સમુદ્ર કિનારે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વનો ઉત્તર ભારતીયોએ કરેલો જયઘોષ

vartmanpravah

સાત સમંદર પાર યુ.કે.ના લેસ્‍ટરમાં ઘટેલી ઘટનાથી દમણ-દીવની 510 વર્ષની સભ્‍યતાના હચમચી રહેલા પાયા

vartmanpravah

Leave a Comment