પ્લોટ નં.737માં આવેલ આર.ડી. ઈલેક્ટ્રીકમાં રાતે ચોર ત્રાટક્યા :
કોપર જથ્થો ચોરી ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વલસાડ ગુંદલાવ જીઆઈડીસીમાં કાર્યરત મોટર રિવાઈડીંગ અને ટ્રાન્સફોર્મર બનાવતી કંપની રવિવારે રાતે 10મી વાર ચોરીનો બનાવ બનતા આજુબાજુની કંપનીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અત્યાર સુધીમાં વિવિધ બનાવમાં કંપનીનો લાખોનો સરસામાન ચોરાયો છે.
ગુંદલાવ ન્યુ જીઆઈડીસી પ્લોટ નં.737માં કાર્યરત આર.ડી. ઈલેક્ટ્રીક નામની કંપની મોટર રિવાઈડીંગ અને ટ્રાન્સફોર્મર બનાવવાનું કામકાજ ચાલે છે. આજે સોમવારે કંપની સંચાલક-રાજેશભાઈ પટેલ કંપની ઉપર આવ્યા ત્યારે કંપનીના તાળા તૂટયા હતા. તપાસ કરતા કંપનીમાંથી કિંમતી કેબલ કોપર જથ્થાનો કિંમતી સામાન ચોરાયાનું જણાવતા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કંપનીમાં આવી સી.સી.ટી.વી. ફુટેજ તપાસતા ત્રણ ઈસમો ચોરીનો અંજામ આપતા કેદ થયેલા મળી આવ્યા હતા.