October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

કેબિનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારીનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના નરોલી બોર્ડર ઉપર આવેલ ચેકપોસ્‍ટથી પસાર થઈ રહેલ ટ્રકનો પાછળનો ભાગ પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન બેસવા માટે બનાવવામાં આવેલ કેબીનને અડી જતાં કેબીન ધરાશાયી થવા પામી હતી. કેબિનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસકર્મચારીનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર કરમબેલેથી માલ ભરી ખડોલી તરફ જઈ રહેલ ટ્રક નંબર જીજે15 એ9093ના ચાલક રામદાસ રામચન્‍દ્ર જેઓ નરોલી ચેકપોસ્‍ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ચેકપોસ્‍ટ ખાતે પોલીસ કર્મચારીને ફરજ દરમિયાન બેસવા માટે બનાવેલ કેબિનમાં ટ્રકનો પાછળનો ભાગ અડી જતાં કેબિન સહિત ચેકપોસ્‍ટ ધરાશાયી થઈ જવા પામી હતી. આ ચેકપોસ્‍ટ ઉપર ફરજ બજાવી રહેલ મહિલા પોલીસ કર્મચારીનો ચમત્‍કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ નરોલી પોલીસને થતાં ટ્રકચાલક રામદાસને ઝડપી પાડયો હતો અને ટ્રકનો પણ કબ્‍જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

vartmanpravah

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

vartmanpravah

Leave a Comment