January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

ગાંધીનગરમાં મળેલ ઉચ્‍ચ સ્‍તરીય બેઠકમાં લેવાયેલ નિર્ણય :
જીએસડીએમએ ના સહયોગથી નૂતન ભવન બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાનું ડિઝાસ્‍ટર પ્રિવેંશન એન્‍ડ મેનેજમેન્‍ટ સેન્‍ટર (ડીપીએમસી), જે આખા જિલ્લાનું, વાપી ખાતે નોટીફાઈડ એરિયામાં બનાવવા માટે, માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના આહવાન પર, જેનું કાર્ય વર્ષો પહેલા થયું ન હોતું એવું ડીપીએમસી વાપી નોટીફાઈડ એરિયામાં જીએસડીએમએના સહયોગથી બનાવવામાં આવશે. જેનું આજે માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના ગાંધીનગર સચિવાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ડીપીએમસી ભવનનું પ્રેઝન્‍ટેશન, ઈકયુપમેન્‍ટ, અને તેને આગળ કેવી રીતે ચલાવવું તે વિષે પ્રેઝન્‍ટેશન બતાવવામાં આવ્‍યું અને ડીપીએમસી બનાવવાનું આયોજન જેમ બને તેમ ઝડપી રીતે કાર્યરત કરવા વલસાડ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વિસ્‍તાર ગુંદલાવ, પારડી, ઉમરગામ, સરીગામ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન અને અતુલ લિ. રેમન્‍ડ, જેવી મોટી કંપનીઓને સાથે રાખી આ ભવનના નિર્માણનું આયોજન કરવામાં આવશે, અને એ માટે આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને મિટીંગમાં વીઆઈએનાપ્રમુખ શ્રી સતિષ પટેલ, નોટીફાઈડ એરિયા ઓથોરિટી, વાપીના ચેરમેન શ્રી હેમંત પટેલ, જીએસડીએમએના સીઈઓ શ્રી મનીષ ભારદ્વાજ, જીઆઈડીસીના વીસી એન્‍ડ એમડી શ્રી રાહુલ ગુપ્તા, નોટીફાઈડ એરિયા, વાપીના ચીફ ઓફિસર શ્રી ડી.બી.સાગર, જીએસડીએમએ ગુજરાતના એસીઈઓ શ્રી એ.જે.અસારી અને જીએસડીએમએ વાપીના સેકટર મેનેજર શ્રી પ્રશાંત મકવાણા ઉપસ્‍થિત રહ્યા હતા અને આગળ તૈયારીના ભાગરૂપે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

કરાટે નેશનલ ચેમ્‍પિયનશીપમાં દાનહને 3 ગોલ્‍ડ 1 બ્રોન્‍ઝ મેડલ

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

vartmanpravah

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

નવી દિલ્‍હીમાં યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દી સમ્‍માન સમારોહમાં દીવના કુશલ જયપ્રકાશ યાદવને હિન્‍દી પ્રતિભામાં સ્‍વર્ણ પદક અને ટ્રોફી આપી સન્‍માનિત કરાયો

vartmanpravah

Leave a Comment