પોલીસે કારમાં રાખેલ એન્જિન સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્ટોબરે એક ખેડૂતના ખેતરમાંથી પાણી એન્જિનની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસમાં એન્જિન ચોરી જનારા ત્રણ યુવકોને એન્જિન સાથે આજે ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્ટોબરે ગામમાં રહેતા ચંદુભાઈ ધનજીભાઈ ખોરાટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ખેતરમાંથી પાણીનું એન્જિન ચોરાઈ ગયું છે. પોલીસે ગુનો નોંધી આગલની તપાસ હાથ ધરી હતી. તપાસમાં આજે વાંસદા સતિમાળ ગામના લાલુ બીપીન પટેલ, પરિમલ રાયસીંગ ગાંવિત અને રાહુલ રાયસીંગ ગાંવિત નામના ત્રણ યુવકો કારમાં એન્જિન લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્રણેય યુવકોની અટક કરી મુદ્દામાલમાં એન્જિન કબજે લઈ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
——