પારડી ભાજપ મહિલા મોરચાની બહેનોએ નારી શક્તિને સન્માન આપવા
બદલ દેશના વડાપ્રધાનનો માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.20: ભારત દેશની સંસ્કળતિ અને ભાતીગળનો સમાવેશ કરી એક વિશાળ નવી લોકસભાનું નિર્માણ કરવામાંઆવ્યું છે. આ નવીનતમ લોકસભાના પહેલા જ સત્રમાં મહિલા આરક્ષણ બિલ પાસ થતા સમગ્ર દેશની મહિલાઓએ ભાજપ તથા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
નારી શક્તિ વંદન અધિનિયમ 2023 અંતર્ગત લોકસભા અને વિધાનસભામોં મહિલાઓને 33 ટકા અનામત બેઠકો અંગેનું બિલ આજરોજ નવી બનેલ લોકસભાના પ્રથમ સત્રમાં પાસ થતાં સમગ્ર દેશની મહિલાઓ ખુશીથી ઝુમી ઉઠી હતી.
પારડી શહેર ખાતે ઓવરબ્રિજની નીચે પારડી ભાજપ મહિલા મોરચાની બહેનોએ આ સંદર્ભે ભેગા થઈ નારી શક્તિને સન્માન આપવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને ભાજપ હંમેશા ભારતીય મહિલાઓ સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં નેહાબેન પટેલ, રીટાબેન પ્રજાપતિ, ફાલ્ગુનીબેન ભટ્ટ, સોનલબેન માલી, રૂપાબેન યાદવ, નીતાબેન બિન્દ્રા, અમિતાબેન ઓઝા વિગેરે બહેનો ઉપસ્થિત રહી આ મહિલા અનામત બિલ પાસ થવા બદલ વિવિધ સુત્રચારો કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પારડી શહેર ભાજપ મહામંત્રી કેતન પ્રજાપતિ અને ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝા તથા રણજીત પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.