October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

19 ડિસેમ્‍બરના રોજ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વલસાડ જિલ્લામાં કુલ 326 ગ્રામ પંચાયતો પૈકી 24 પંચાયતો સમરસ બનતા બાકીની પંચાયતોનો ચૂંટણી પ્રચાર જોરશોરથી આરંભાઈ ચૂક્‍યો છે. વાપી આસપાસના મહત્ત્વના લેખાતા બલીઠા, છરવાડા, ચણોદ અને છીરી ગ્રામ પંચાયતો વિસ્‍તારમાં ચૂંટણી જંગના મંડાણ થઈ ચૂક્‍યા છે.
વાપી બલીઠામાં અનુસૂચિત બેઠક હોવાથી બે ઉમેદવારો તેમની પેનલ સાથે ચૂંટણી જંગ લડી રહ્યા છે. તેવુ છરવાડા ગ્રામ પંચાયત ચૂંટણીનું ચિત્ર છે અહીં પણ દ્વિપાંખીયો જંગ છે. જ્‍યારે છીરી ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે. અહીં વધુ રસાકસી હોય તેવુ જણાઈ રહ્યું છે. કારણ કે અહીં મહિલા સીટ અનામત છે તેથી ત્રણ મહિલા ઈરમ શમશુદ્દીન ચૌધરી, રમીલાબેન હળપતિ અને પ્રિયલતા સિંગ સંદીપ પટેલ વચ્‍ચે ચૂંટણી જંગ છે. જેમાં ચૌધરી પરિવાર દશ વર્ષથી ચૂંટણી લડી જીતી રહ્યો છે. તેથી જીતનો દાવો કરી રહેલ છે. જ્‍યારે પ્રિયલતાબેન શિક્ષિત એમ.કોમ થયેલા ઉમેદવાર છેતેથી તેઓ પણ જીતનો દાવો કરી રહેલ છે તો ચણોદ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ રસાકસી ભરી બની રહેલ છે.
ચારૂબેન સ્‍નેહલબેન પટેલ તેમની 20 સભ્‍યોની પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છે. અહીં પણ દ્વિપાંખીયો જંગ છે. પ્રત્‍યેક ગામમાં ભ્રષ્‍ટાચાર અને વિકાસ નહી થયાની મતદારો વ્‍યથા ઠાલવી રહ્યા છે ત્‍યારે કોણ જીતશે તે તો પરિણામ બતાવી આપશે.

Related posts

સંઘપ્રદેશમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી માટે આનંદ અને રોમાંચનો માહોલઃ વીક એન્‍ડ હોવાથી દમણ-દીવમાં પ્રવાસીઓના ઉતરનારા ધાડેધાડા

vartmanpravah

ગૌ સેવાના લાભાર્થે દાનહમાં રાજસ્‍થાન યુવા સંઘ દ્વારા ‘રાજસ્‍થાન પ્રીમિયર લીગ’ સીઝન-3નું આયોજન

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

Leave a Comment