October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

સંઘપ્રદેશના ચૂંટણી કમિશનર સુધાંશું પાંડેએ મહિલા આરક્ષિત સરપંચોની બેઠક માટે કરેલા ડ્રોમાં મહારાણા પ્રતાપ, સાઉદવાડી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ મહિલાઓ માટે આરક્ષિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21 : સંઘપ્રદેશ પ્રશાસને દીવ જિલ્લાની વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતોનું વિભાજન કરી બીજી નવી 4 ગ્રામ પંચાયતોનું ગઠન કરવામાં આવ્‍યું હતું. વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતની ચૂંટાયેલી તત્‍કાલિન પાંખને પણ બર્ખાસ્‍ત કરવામાં આવી હતી.
આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચૂંટણી કમિશનર શ્રી સુધાંશુ પાંડેની અધ્‍યક્ષતામાં 6 ગ્રામ પંચાયતોની આરક્ષિત બેઠકો માટે ડ્રો કરવામાં આવ્‍યો હતો. જેમાં મહારાણા પ્રતાપ, સાઉદવાડી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નવેમ્‍બર-2020ની જિલ્લા અને ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત બેઠકો રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેનાઅનુસંધાનમાં આજે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં મહિલા આરક્ષણ માટે કરવામાં આવેલા ડ્રોમાં 3 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ બિરાજમાન થશે.
દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્‍યોમાંથી 27 બેઠક મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે.
દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્‍યોના આરક્ષણની બેઠકનો ડ્રો થયા બાદ હવે ચૂંટણીની તારીખ ગમે તે સમયે જાહેર થવાની સંભાવના છે. દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં સમરસ ચૂંટણી થવાની સંપૂર્ણ સંભાવના છે. જો ચૂંટણી સમરસ નહીં થઈ તો 2024ની લોકસભા ચૂંટણી માટે દીવ જિલ્લાનું વલણ કેવું રહેશે તેનો પણ પરિચય મળી રહેશે.

Related posts

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્‍યાએલી નીકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

Leave a Comment