April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21 : દીવ જિલ્લા પંચાયતના સભ્‍ય ઉમેશ રામા બામણિયા પાસે બે બનાવટી જન્‍મ પ્રમાણપત્ર હોવાના પ્રકરણમાં આજે જિલ્લા પંચાયતના સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે જારી કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોગસ રીતે બનાવી બે બર્થસર્ટીફિકેટ ઉમેશ રામા બામણિયા પાસે હોવાની પોલીસ ફરિયાદ દીવના વણાંકબારા પોલીસ સ્‍ટેશનમાં આઈ.પી.સી.ની 460, 465, 119, 120બી અને જન્‍મ મૃત્‍યુ અને લગ્ન રજીસ્‍ટ્રેશન અધિનિયમ 1886ની કલમ 27 અંતર્ગત એફ.આઈ.આર. નોંધાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે દીવ જિલ્લા પંચાયતમાં વોર્ડ નંબર 4/8માં સાઉદવાડી-એ બેઠકના જિલ્લા પંચાયત સભ્‍ય ઉમેશ રામા બામણિયાએ પોતાની પાસે બે બર્થ સર્ટીફિકેટ હોવા છતાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતાં ગૃહ મંત્રાલયે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પંચાયત રેગ્‍યુલેશન-2012ની કલમ 66એ-1 સહિત અન્‍ય આદેશનો ભંગ કરતાં જિલ્લા પંચાયતના સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.

Related posts

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-2024ની પ્રથમ રાષ્‍ટ્રીય લોક અદાલત તા.9 માર્ચે યોજાશે

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah

મોદી સરકારના દિશા-નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ વહીવટમાં દાનહમાં ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા સમાજમાં સર્જાયેલો આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

Leave a Comment