October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ડુંગરા ચણોદમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આજરોજ તા.20 સપ્‍ટે.ને બુધવારે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરજીએ ગણેશ મહોત્‍સવનાં અનુસંધાને વાપી, ચણોદ ડુંગરા વિસ્‍તારનાં વિવિધ ગણેશ મહોત્‍સવ મંડળોમાં ખૂબ ભક્‍તિભાવ પૂર્વક પૂજન – અર્ચન અને આરતીમાં ભાગલઈ ભાજપનાં કાર્યકરો ભકતજનોનો ઉત્‍સાહ વધાર્યો હતો.
ધારાસભ્‍ય શ્રી પાટકરજીની સાથે ડુંગરાનાં ભાજપનાં સનિષ્ટ અગ્રણી તેમજ શૈક્ષણિક ક્ષેત્રે જેમનું વિશિષ્ટ યોગદાન પ્રદાન કરતા આવેલ છે તેવા સમાજસેવી દીપકભાઈ પટેલ અને ભાજપ આર્થિક સેલનાં વાપી શહેરનાં સંયોજક હરીશભાઈ પટેલ (હરીશ આર્ટસ) ઉપસ્‍થિત રહેલ. ધારાસભ્‍ય રમણભાઈ પાટકરજીનું ભવ્‍ય સ્‍વાગતડુંગરા કેશરપાર્ક ખાતે શ્રી શક્‍તિ મંડળ દ્વારા ઢોલ – નગારા તાલે કરવામાં આવેલ, શ્રી શક્‍તિ મંડળ ડુંગરા દ્વારા ગણેશ સ્‍થાપનનું 44મુ વર્ષ આનંદ ઉલ્લાસથી ઉજવી રહેલ છે. શક્‍તિ મંડળ ડુંગરાનાં પ્રમુખ દીપકભાઈ પટેલે ધારાસભ્‍ય રમણભાઈ પાટકરજીનું શાબ્‍દિક સ્‍વાગત અને બુકે અર્પણ કરેલ, અને વડીલ કેશુભાઈએ શાલ ઓઢાડી ધારાસભ્‍યશ્રીને સન્‍માનિત કરેલ, ધારાસભ્‍યશ્રીએ આશીર્વાદ આપી મહાઆરતીમાં સામેલ થયેલ. શક્‍તિ મંડળનાં અન્‍ય હોદ્દેદારો કેશુભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, નયનાબેન પટેલ, ચારૂબેન પટેલ, મનુભાઈ પ્રજાપતિ, ધર્મેશભાઈ આહીર, ભાવનાબેન પટેલ સહિત ખૂબ મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

Leave a Comment