Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

સંઘપ્રદેશના ચૂંટણી કમિશનર સુધાંશું પાંડેએ મહિલા આરક્ષિત સરપંચોની બેઠક માટે કરેલા ડ્રોમાં મહારાણા પ્રતાપ, સાઉદવાડી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ મહિલાઓ માટે આરક્ષિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21 : સંઘપ્રદેશ પ્રશાસને દીવ જિલ્લાની વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતોનું વિભાજન કરી બીજી નવી 4 ગ્રામ પંચાયતોનું ગઠન કરવામાં આવ્‍યું હતું. વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતની ચૂંટાયેલી તત્‍કાલિન પાંખને પણ બર્ખાસ્‍ત કરવામાં આવી હતી.
આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચૂંટણી કમિશનર શ્રી સુધાંશુ પાંડેની અધ્‍યક્ષતામાં 6 ગ્રામ પંચાયતોની આરક્ષિત બેઠકો માટે ડ્રો કરવામાં આવ્‍યો હતો. જેમાં મહારાણા પ્રતાપ, સાઉદવાડી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નવેમ્‍બર-2020ની જિલ્લા અને ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત બેઠકો રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેનાઅનુસંધાનમાં આજે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં મહિલા આરક્ષણ માટે કરવામાં આવેલા ડ્રોમાં 3 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ બિરાજમાન થશે.
દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્‍યોમાંથી 27 બેઠક મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે.
દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્‍યોના આરક્ષણની બેઠકનો ડ્રો થયા બાદ હવે ચૂંટણીની તારીખ ગમે તે સમયે જાહેર થવાની સંભાવના છે. દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં સમરસ ચૂંટણી થવાની સંપૂર્ણ સંભાવના છે. જો ચૂંટણી સમરસ નહીં થઈ તો 2024ની લોકસભા ચૂંટણી માટે દીવ જિલ્લાનું વલણ કેવું રહેશે તેનો પણ પરિચય મળી રહેશે.

Related posts

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

દીવના દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટ દમણ કોસ્‍ટગાર્ડના હેલીકોપ્‍ટરની મદદથી સાત ખલાસીઓનો થયો આબાદ બચાવ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતોને કચરાના નિકાલ માટે નવા વાહનો ઉપલબ્‍ધ કરાવાયા

vartmanpravah

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

vartmanpravah

Leave a Comment