April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા વિભાગના દિશા-નિર્દેશમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ અંતર્ગત ખાનવેલ ઝોન લેવલની ગુજરાતી માધ્‍યમની સંકલિત શાળાઓનું ગુજરાતી શાળા ઉમરવરણીમાં ‘રંગોત્‍સવ’ થીમ પર આધારિત વિવિધ સ્‍પર્ધાઓના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક શાળાના વિદ્યાર્થીઓએ દેશ અને પ્રદેશની સંસ્‍કૃતિને ઉજાગર કરતી કૃતિઓ પ્રસ્‍તુત કરી હતી. જેમાં આદિવાસી જીવન શૈલી પર આધારિત સંસ્‍કૃતિ પ્રસ્‍તૃત કરી પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ અવસરે સી.આર.સી.કો- સંજય ચૌધરી, આચાર્ય શૈલેષભાઈ દેસાઈ, કાર્યકારી આચાર્ય પાંડુ મિશાળ અને દરેક શાળાના મુખ્‍ય આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા શાળાના અન્‍ફ કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકામાં રખડતા ઢોરોનો આતંકઃ બે આખલાઓ લડ લડતા મકાનમાં ઘુસી જતા અફરા તફરી મચી

vartmanpravah

દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્‍ડસ્‍કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

અતુલ ફર્સ્‍ટ ગેટ પાસે પોલીસ ચેકીંગ જોઈ દારૂ ભરેલી કાર ભગાવી બુટલેગર ભાગી છુટયો : કાર ઝાડ સાથે અથડાતા પકડાઈ ગયો

vartmanpravah

Leave a Comment