Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

પરીક્ષાખંડ – બેંચ ઉપર બેઠક નંબર તથા સ્‍કૂલમાં બ્‍લોક વાઈઝ પરીક્ષાનું આયોજન પૂર્ણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં આવતીકાલ તા.14મી માર્ચના રોજથી ધો.10 અને 12ના બોર્ડની જાહેર પરીક્ષાનો પ્રારંભ થનાર છે તે પૂર્વે આજે પરીક્ષાના આગળના દિવસે જિલ્લાની તમામ બોર્ડ કેન્‍દ્ર ધરાવતી શાળાઓમાં આખરી તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. સરળતા અને શિસ્‍તબધ્‍ધ પરીક્ષા વિદ્યાર્થી આપી શકે તે માટે જરૂરી વ્‍યવસ્‍થા આજે પરીક્ષા કેન્‍દ્ર ધરાવતી શાળાઓએ પૂર્ણ કરી દીધી છે.
વલસાડ જિલ્લામાં ધો.10 અને 12ની ગુજરાત બોર્ડના પરીક્ષામાં કુલ 58738 વિદ્યાર્થી જાહેર પરીક્ષા આપનાર છે તેથી પરીક્ષાલક્ષી કામગીરી આજે સ્‍કૂલોમાં દિવસભર ચાલી હતી. વિદ્યાર્થીની બ્‍લોક વાઈઝ બેઠક વ્‍યવસ્‍થા તેમજ બેન્‍ચ ઉપર નંબરો લખાઈ ગયા હતા તેમજ શાળામાં જાહેર બોર્ડ ઉપર રીતસરના બ્‍લોક વાઈઝ મેપ વર્ગખંડ સાથેના બનાવાઈ દેવાયા છે. આજે બપોર પછી તમામ પરીક્ષા કેન્‍દ્રો ધરાવતી શાળાઓમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના ટોળેટોળા ઉમટી રહ્યા હતા. પોતાની બેઠક નંબર/બ્‍લોક વર્ગખંડની ચકાસણી કરવામાં આવી હતી. આવતીકાલમંગળવારથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરીક્ષાનો પ્રારંભ થઈ જશે.

Related posts

કપરાડાના પ્રગતિશીલ યુવા ખેડૂતનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

પ્રમુખ ગ્રીન્‍સ ચલા : અનાવિલ સ્‍નેહ સંમેલન યોજાયું

vartmanpravah

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

Leave a Comment