Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર એસટી ડેપો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” એક કલાક મહા શ્રમદાન પ્રવૃતિ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ‘‘કચરા મુક્‍ત ભારત, કચરા મુક્‍ત ગુજરાત”ની થીમ ઉપર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનની તા.02 ઓક્‍ટોબરે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીનીજન્‍મજયંતિની ઊજવણી દેશભરમાં થઈ રહી છે. ત્‍યારે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આહવાન કર્યુ હતું કે, સ્‍વચ્‍છતા – રાષ્‍ટ્રીય સ્‍વભાવ બનવો જોઈએ. જેને અનુસરીને તા.1 ઓકટોબરને રવિવારે ધરમપુરના એસ.ટી. ડેપો ખાતે પાલિકાના ઈજનેર પરીક્ષિત લાડ, પાલિકાના કર્મચારીઓ તથા ધરમપુર એસ.ટી. ડેપોના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલ, સહ કર્મચારીઓ, બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થાના હરિભક્‍તો તથા આ સંસ્‍થા દ્વારા ચાલતી સંસ્‍થા પ્રમુખ સ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર, આઈ.ટી.આઈ, કોલેજ સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ, બરોડા ગ્રામીણ બેન્‍ક, ધરમપુર બ્રાન્‍ચના કર્મચારીઓએ ધરમપુરના એસ.ટી. ડેપો તથા આજુબાજુના વિસ્‍તારમાં સફાઈ કરી હતી. વિલ્‍સન હિલ, શંકર ધોધ, સુલિયાથી માવલી ડુંગર માટે બસ શરૂ છે. જે અંતર્ગત રવિવારે આ પ્રવાસન બસ ધરમપુર ડેપો ઉપર આવતા પ્રવાસીઓએ આ સ્‍વચ્‍છતા અભિયાનની તક ઝડપી એસ.ટી. ડેપો કેમ્‍પસમાં સાફ સફાઈ કરી હતી.

Related posts

vartmanpravah

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા

vartmanpravah

Leave a Comment