June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવમાં ઈન્‍ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લિશ મીડિયમ સી.બી.એસ.ઈ. સ્‍કૂલમાં સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, એકેડેમિક ડાયરેક્‍ટર શ્રી ડોક્‍ટર શૈલેષ લુહાર, એડમિન ડિરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય શ્રીમતી મીનલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તા.21/6/2024 શુક્રવારના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગા દિવસ નિમિત્તે ધોરણ 3 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓ પાસે શાળામાં વિદ્યાર્થીઓને યોગ અને કસરત કરાવવામાં આવી હતી.
તા. 21 જૂનનાં રોજ યોગ દિવસ નિમિત્તે શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લિશ મીડિયમ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવના વચનામૃતમ હોલ અને શ્રી કષ્ટભંજન દેવ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્‍યા હતા. બંને હોલમાં યોગ કક્ષાના જાણકાર શ્રીમતી ભાવના રશ્‍મિન રાણા અને તેમના સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અલગ-અલગ યોગની મુદ્રાઓ કરાવવામાં આવી હતી. આજની ઝડપી જિંદગીમાં માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જાળવવું ખૂબ જ અગત્‍યનું છે. યોગ એક પ્રાચીન ભારતીય પ્રથા છે. જે આપણા જીવનમાં તંદુરસ્‍તી અનેસંતુલન લાવવામાં મદદરૂપ થાય છે. યોગ કરવાથી શરીરને ક્‍યા ક્‍યા ફાયદા થાય છે જેમ કે યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. યોગના આસન અને પ્રાણાયામ શરીરમાં તંદુરસ્‍તી અને માનસિક શાંતિ લાવવામાં મદદ કરે છે. આજના સમયમાં જોવા મળતો સ્‍ટ્રેસ ડિપ્રેશન અને ચિંતાને ઘટાડવામાં સહાયક છે. જેનાથી સ્‍વાસ્‍થ્‍ય અને સંતુલન જાળવી શકાય છે. જેવી માહિતી યોગ કક્ષાના ભાવનાબેન રાણા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
શાળામાં યોગ દિવસની ઉજવવાનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓમાં યોગની જાગૃતિ લાવવાનો યોગના ફાયદાઓથી અવગત કરાવવાનો દરેક વિદ્યાર્થીને યોગના અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરવાનો હતો. આ અવસરે સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી કપિલ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટી ગણ, ડિરેક્‍ટર ડોક્‍ટર શૈલેષ લુહાર સંસ્‍થાના એડમિન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય શ્રીમતી મીનલ દેસાઈ દ્વારા સ્‍પોર્ટ્‍સ એકેડેમી અને શ્રીમતી ભાવનાબેન રાણાનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

vartmanpravah

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment