Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ભારત સરકારના સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત વલસાડ જેસીઆઈના સભ્‍યો દ્વારા વલસાડ રેલવે સ્‍ટેશનની બહાર અને પ્‍લેટફોર્મ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. રેલવેઅધિકારી અજયપાલ સિંહ અને અન્‍ય અધિકારીઓએ વલસાડની વિવિધ સંસ્‍થા અને પતંજલિ યોગ સમિતી, યોગ બોર્ડ વલસાડના સભ્‍યો સાથે મળી રેલવે સ્‍ટેશનનાં પાર્કિંગથી લઈને પ્‍લેટફોર્મ નં.4 સુધીના દરેક સ્‍થળની સફાઈ કરી હતી. આ સમગ્ર આયોજન જેસીઆઈના પ્રમુખ જેસી સાહિલ અશોક દેસાઈનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્‍ટ ચેર જેસી પ્રણવ દેસાઈ અને જેસી પૂર્વી તોમર દ્વારા કરવામાં આવ્‍યું હતું. શાળાના બાળકો દ્વારા સફાઈનું મહત્‍વ સમજાવાયુ હતું સાથે શેરી પણ નાટક ભજવવામાં આવ્‍યું હતું. જેને સૌ કોઈએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

વલસાડ કાંપરી ઓવરબ્રિજ પર એસ.ટી. બસને નડયો અકસ્‍માત : ઝાડીમાંથી આવેલ ત્રણ પશુ અથડાયા

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનની ટીમે સુદૂર ગામ કૌંચા અને દપાડાની મહિલા મંડળોની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

Leave a Comment