October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

વન વિભાગે 8 કિ.મી. પીછો કરતા ટ્રક ચાલક ટ્રક છોડી ભાગી છૂટયો: રૂા.3.15 લાખના હાથ ઘડતરીનો ખેરનો જથ્‍થો અંદાજીત 5672 ઘન મીટર જપ્ત કરાયો

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કપરાડા વન વિભાગની ટીમે માંડવા ગામે ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ફોરેસ્‍ટ ટીમે ટ્રકનો 8 કિ.મી. જેટલો પીછો કરતા અંતે ટ્રક ચાલક ગભરાઈને ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો.
ફોરેસ્‍ટ વિભાગના સુત્રો મુજબ પૂર્વ બાતમી આધારે કપરાડા પાનસ ગામે પેટ્રોલીંગ વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક નં.એમએચ 04 ઈએલ 0346 આવતા અટકાવાનું ગોઠવાયેલું હતું પરંતુ ટ્રક ચાલકને જાણ થઈ ગયેલી તેથી પુર ઝડપે ટ્રકને હંકારી મુકી હતી. ફોરેસ્‍ટ ટીમે ટ્રક પાછળ આઠ કિ.મી. સુધીનો પીછો કર્યો હતો. પરંતુ માંડવામાં ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. ફોરેસ્‍ટ ટીમે ટ્રકમાં તપાસ કરતા છોલેલા ખેરના લાકડા નંગ 554 (અંદાજીત 5672 ઘન મીટર) રૂા.3.15 લાખનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ખેરના લાકડાની આ વિસ્‍તારમાં મોટા ભાગે ખુબ મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. કારણ કે આ લાકડું ગુટખા બનાવવામાં ઉપયોગ થતું હોય છે. તેથી ખેર ચોરો અંધારામાં ખેરનો જથ્‍થો હેરાફેરી કરતા રહે છે.

Related posts

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

vartmanpravah

Leave a Comment