Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘સ્‍વચ્‍છતા હી સેવા -કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં 246 જેટલા સ્‍થળોએ કરાયેલી સાફ-સફાઈ

સંઘપ્રદેશના શહેરી અને ગ્રામ પંચાયત વિસ્‍તારોમાં પંચાયતી વિભાગ, આરોગ્‍ય વિભાગ, ખાનગી શાળાઓ, ઈન્‍ડસ્‍ટ્રીઝ વગેરે જેવા એકમો દ્વારા શ્રમદાન સાઈટ ઉપર જઈને સ્‍વૈચ્‍છાએ રાષ્‍ટ્રીવ્‍યાપી સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાઈને નોંધાવેલી પોતાની જન ભાગીદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘સ્‍વચ્‍છતા હી સેવા – કચરામુક્‍ત ભારત’ પહેલ હેઠળ ‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા-2023′ અંતર્ગત 1લી ઓક્‍ટોબરની સવારે 10 વાગ્‍યે રાષ્‍ટ્રવ્‍યાપી સામુહિક સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન તમામ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવ્‍યું હતું.
જેમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાકુશળ માર્ગદર્શનમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા – 2023′ અંતર્ગત 1 ઓક્‍ટોબર, 2023ના રોજ કેન્‍દ્ર શાસિત પ્રદેશના ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં કુલ 246 આયોજન સ્‍થળોએ સામુહિક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનના શહેરી અને ગ્રામી તથા પંચાયત વિભાગ, આરોગ્‍ય વિભાગ, ખાનગી શાળાઓ, ઉદ્યોગો વગેરે જેવી સંસ્‍થાઓએ swachhtahiseva.com પર પોતાપોતાની સંસ્‍થાઓ માટે નિર્ધારિત આયોજન સ્‍થળની નોંધણી કરાવી હતી. જેથી આમ જનતાએ મેપના માધ્‍યમથી તેમના નજીકના શ્રમદાન કાર્યક્રમના આયોજન સ્‍થળ ઉપર જઈને સ્‍વૈચ્‍છિક રીતે આ રાષ્‍ટ્રવ્‍યાપી સામુહિક સ્‍વચ્‍છતા અભિયાનમાં પોતાની જન ભાગીદારી નોંધાવી હતી.
દમણ જિલ્લાના પંચાયતી વિભાગ દ્વારા કુલ 14 ગ્રામ પંચાયતોમાં 14 શ્રમદાન આયોજન સ્‍થળ પર સામુહિક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સંપૂર્ણ સ્‍વચ્‍છતા કાર્યક્રમમાં દમણ જિલ્લાની આમ જનતા, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કોલેજોના અધ્‍યાપકો તથા હિતધારકોએ તમામ નિર્ધારિત આયોજન સ્‍થળ પર યોજવામાં આવેલ શ્રમદાન કાર્યક્રમમાં સ્‍વૈચ્‍છિક રીતે ભાગ લઈને કાર્યક્રમને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કર્યોહતો.
દમણ જિલ્લાના ગ્રામીણ વિસ્‍તારોના તમામ 14 આયોજન સ્‍થળોએ કુલ 2331 લોકો જેમાં આમ જનતા, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ, સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કોલેજના અધ્‍યાપકો અને અન્‍ય હિતધારકોએ ઉત્‍સાહથી ભાગ લઈને પોતાની ભાગીદારીને swachhtahiseva.comમાં નોંધણી કરાવીને તેમના શ્રમદાનની પ્રવૃત્તિના ફોટો/વિડિયો અપલોડ કરીને આ જન આંદોલનને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

Leave a Comment