April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

આ સેન્ટર્સ લોકો માટે સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર તરીકે બની રહેશેઃ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા સહિત ૧૩ સુવિધાઓનો લાભ પ્રજાને એક છત નીચે મળી શકશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત વાપી નગરપાલિકાના ડુંગરા ઝોન કચેરી ખાતે સિટી સિવિક સેન્ટરનું આજરોજ તા. ૧૦ મી જૂનના ઇ- લોકાર્પણ કરી વાપીના નગરજનોને ભેટ ધરી હતી. આ પ્રસંગે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહયા હતા. આ અવસરે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરા શાહ અને ઉપપ્રમુખ અભયભાઇ શાહ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દભાઇ પટેલની સરકારમાં રાજયના શહેરોનો સમતોલ વિકાસ થઇ રહયો છે. મુખ્યમંત્રી રાજયના નગરો અને મહાનગરોનો સમુચિત વિકાસ કરી રહયા છે જે અંતર્ગત રાજયની નગરપાલિકાઓમાં જન સુવિધા કેન્દ્રના ઉપયોગ અર્થે હાલમાં તમામ અ વર્ગની નગરપાલિકાઓમાં સુવિધાઓનું ONE STOP CENTER તરીકે સિટી સિવિક સેન્ટર બનાવવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડુંગરા વિસ્તારમાં આ વર્ષમાં ૧૮૦ કરોડના વિકાસના કાર્યો થનાર છે. જેમાં પાણીનો સમ્પ, ઇન્ટેક વેલ,
પાણીની પાઇપલાઇન, પીવાનુ પાણી ૫૦ વર્ષ સુધી ન ઘટે તે પ્રકારની વ્યવસ્થા થઇ રહી છે. ડ્રેનેજ, ઘાંચીયા તળાવ અને અન્ય એક તળાવ મળી બે તળાવનો વિકાસ વગેરે કામોનો સમાવેશ થાય છે.
ડુંગરા વિસ્તારના પ્રજજનોને સીવીક સેન્ટરની સુવિધાથી મિલકત વેરાની ચૂકવણી, મિલકત વેરાની આકારણી, મિલકત વેરાની રસીદ, વ્યવસાય નોંધણી પ્રમાણપત્ર, વ્યવસાય કર્મચારી નોંધણી પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જન્મ/ મરણ પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી અને ફાયર એન.ઓ.સી. અરજીની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. જન્મ મરણ પ્રમાણપત્ર, પાણી, ગટરની જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી વિગેરે સેવા પુરી પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે અને પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સાઉથ ઝોનના ડી. ડી. કાપડિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મીતેશભાઇ દેસાઇ, સંગઠન મંત્રી શિલ્પેશ દેસાઇ, વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ તેમજ વાપી નગરપાલિકાના અધિકારીઓ અને કર્મ ચારીઓ તેમજ ડુંગરા ઝોન કચેરીના સ્ટાફ અને ડુંગરાના નગરજનો હાજર રહયા હતા.

Related posts

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

vartmanpravah

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment