February 4, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

વહેલી સવારે પારડી ચંદ્રપુર હાઈવે પર ડમ્‍પર અને કન્‍ટેઈનર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ કન્‍ટેઈનર ચાલકનું મોત

ડમ્‍પર સામેના ટ્રેક પર જઈ કન્‍ટેઈનર સાથેઅથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયોઃ કન્‍ટેઈનર ચાલક કેબીનમાં ફસાતા પોલીસે બે ક્રેઈન મારફતે ભારે જહેમતે બહાર કાઢયો પરંતુ ગંભીર ઈજાને પગલે ચાલકનું કરૂણ મોત નિપજ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી ચંદ્રપુર નેશનલ હાઈવે નંબર 48 પર રવિવારના વહેલી સવારે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં કન્‍ટેઈનર ચાલક કેબિનમાં ફસાતા પોલીસે સતત બે કલાક તેને બચાવવા અથાગ પ્રયત્‍નો કર્યા હતા અને બે ક્રેઈન પણ મંગાવી હતી. પરંતુ બે કલાક સુધી ચાલેલા આ રેસ્‍ક્‍યૂ ઓપરેશનમાં ગંભીર ઈજાને કારણે કન્‍ટેઈનર ચાલકે દમ તોડયો હતો.
આજરોજ રવિવારે વહેલી સવારે કોલસા ભરેલું ડમ્‍પર નંબર જીજે-16-એજે-9975 પુરપાટ ઝડપે સુરતથી વાપી આવી રહ્યું હતું. આ દરમિયાન ડમ્‍પર ચાલક હરેન્‍દ્રસિંહ તખતસિંહ પરકડા રહે. ભરૂચ ઝઘડીયાએ કોઈ કારણસર ચંદ્રપુર આઈટીઆઈ સામે કાબુ ગુમાવતા ડમ્‍પર હાઈવેનો ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર ધસી ગઈ જઈ સુરત તરફ જતા કન્‍ટેઈનર નં. આરજે-18-જીબી-1519 સાથે ધડાકાભેર અથડાતા બંન્ને વાહનો સર્વિસ રોડ તરફ જતા રહ્યા હતા. આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ડમ્‍પર ચાલકને 108 મારફતે સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ કન્‍ટેઈનર ચાલક શોકીન મોઢા કેબિનમાં ગંભીર હાલતમાં ફસાયેલો હોય પોલીસેરેસ્‍કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને અથાગ પ્રયત્‍ન બાદ બે ક્રેઈન ઘટના સ્‍થળે મંગાવી લગભગ બે કલાકની જહેમત બાદ ચાલક શોકીનને બહાર કાઢવામાં સફળતા મળી હતી પરંતુ, ગંભીર ઈજાને પગલે ચાલક શોકીનનું કરૂણ મોત નિપજવા પામ્‍યું હતું.પારડી પોલીસે અકસ્‍માત થયેલા બંને વાહનોને સાઈડે કરી ટ્રાફિક હળવો કર્યો હતો.
=============

ઉમરસાડીમાં ઉછીના રૂપિયા માંગતા થયેલ હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી તાલુકાના ઉમરસાડીબાવરી મોરા ફળિયા ખાતે રહેતા અને માછીમારીનું કામ કરતા જશવંતભાઈ રમણભાઈ હળપતિએ તેમના ફળિયામાં ગિરીશભાઈ આહિરના ઘરે મજૂરી કામ કરવા આવેલા મહેશ ઉર્ફે સંતોષ રામસિંગ રાઠવા મૂળ રહે. છોટાઉદેપુર હાલ રહે. ઉમરસાડીને ઉછીના રૂપિયા 2000 આપ્‍યા હતા. જે રૂપિયા પરત માંગવા જતા મહેશે રૂપિયા આપવાની ના કહી ઝઘડો કરી ઉશ્‍કેરાઈને લાકડાથી જશવંતભાઈને માથામાં ફટકા મારી જીવલેણ હુમલો કરી ભાગી છૂટયો હતો. હુમલામાં જશવંતભાઈ ગંભીર રીતે ઘાયલ થતા પારડી મોહનદયાળ હોસ્‍પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે 307 એટલે હત્‍યાના પ્રયાસની કલમ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો. આ દરમિયાન જશવંતભાઈનું રવિવારના રોજ સારવાર દરમિયાન હોસ્‍પિટલમાં મોત નિપજતા પારડી પોલીસ મથકના પી.એસ.આઈ. જે.એન. સોલંકીએ લાશનો કબ્‍જો લઈ પી.એમ. કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હત્‍યાની કલમનો ઉમેરો કરી હુમલો કરનાર મહેશ ઉર્ફે સંતોષને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

vartmanpravah

મોદી સરકારના શાસન દરમિયાન દેશ, પ્રદેશ અને દુનિયામાં હવે આપણો સમય શરૂ થયો છેઃ ભારતનો સમય શરૂ થયો છેઃ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે દાનિકસ અધિકારી મનોજકુમાર પાંડેને જવાબદારી સોપાઈ

vartmanpravah

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

Leave a Comment