July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્‍ય શાખાના મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.વિપુલ ગામિતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સરકારી દવાખાના અને હોસ્‍પિટલોમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કુલ 421 બોટલ રક્‍ત એકત્ર થયું હતું.
વલસાડ સિવિલ હોસ્‍પિટલ, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર અબ્રામા, સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ડુંગરી, અટગામ, પારડી, રોહિણા, ભીલાડ, ઉમરગામ, કપરાડા, સુથારપાડા, નાનાપોંઢા, સ્‍ટેટ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ વાપી અને લાયન્‍સ બ્‍લડ બેંક વાપી દ્વારા તા.17 સપ્‍ટેમ્‍બર થી તા.2 ઓક્‍ટોબર સુધી અલગ અલગ તારીખે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાંઆવ્‍યું હતું. આ સાથે અંગદાનની પ્રતિજ્ઞા, સ્‍વચ્‍છતા અભિયાન અને આયુષ્‍યમાન ગ્રામસભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા ભરના આરોગ્‍ય કર્મીઓએ ભાગ લીધો હતો.

Related posts

ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું

vartmanpravah

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કોલકત્તાના કૃષ્‍ણપુર જિલ્લાના કેસ્‍તોપુર ગામ ખાતેથી દમણ પોલીસની સાઈબર ટીમે સાઈબર ક્રાઈમના ચાર આરોપીઓની કરેલી ધરપકડ : 14 મોબાઈલ ફોન, એક લેપટોપ અને 36 સક્રિય સિમકાર્ડ બરામદ

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

Leave a Comment