October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

સંઘપ્રદેશ પોલીસ પ્રશાસને ઘટનાની ઊંડી તપાસ કરી આરોપીઓને પાઠ ભણાવવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 01
સેલવાસ-નરોલીના કેટલાક લીકર માફિયાઓ દ્વારા દારૂની થતી હેરફેરની બાબતમાં ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી ખાતે આવેલ રોયલ બારનું સંચાલન કરતા શર્મા અને કુખ્‍યાત બુટલેગર આનંદ રમેશ પટેલ અને તેના સાગરીતોએ મેહુલ નામના વ્‍યક્‍તિની બાતમીદાર હોવાની શંકાના આધારે ભારે પીટાઈ કરી હોવાનો વીડિયો વાયરલ થવા પામ્‍યો છે. મેહુલ અને તેની પત્‍નીને બંધક બનાવી બેરેહમીથી માર મારતા હોવાના દૃશ્‍યો પણ દેખાય રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ કરી કસૂરવાર તમામઆરોપીઓ સામે સખત કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ પ્રબળ બની છે.

Related posts

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી

vartmanpravah

Leave a Comment