October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સીબીએસસીઆઈ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળક્‍યા. વાપીની નામાંકિત શાળા જે વર્ષોથી માત્ર શિક્ષણના જ ક્ષેત્રમાં નહીં પણ શિક્ષણ સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓના પરિણામમાં પણ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરે છે. સંસ્‍કૃતિ સહોદયા કોમ્‍પલેક્ષ સીબીએસઈ દ્વારા આયોજિત આંતરસ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન બી.આર. ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ધરમપુર ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતની બધી જ સીબીએસઈ સ્‍કૂલોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલની ધોરણ 6ની વિદ્યાર્થીની આરાધ્‍યા તિવારી ગૃપ-1માં તૃતિય સ્‍થાન મેળવ્‍યું. જ્‍યારે ગૃપ-2માં ધોરણ બારની વિદ્યાર્થીની કરિના પાંડા દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
જ્‍યારે લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલ સેલવાસ દ્વારા આયોજિત આંતરસ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધા, કાવ્‍ય પઠન તેમજ ડિબેટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંગૃપ-1માં ધોરણ પાંચની વિદ્યાર્થીની દિયા સિંગ પ્રથમ સ્‍થાન, ગૃપ-3માં ધોરણ દસનો વિદ્યાર્થી રિગ્‍વેદ મિશ્રા તૃતિય સ્‍થાન તેમજ ગૃપ-4માં ધોરણ બારનો વિદ્યાર્થી વર્ષ રાજપુરોહિતને વિશિષ્‍ટ આશ્વાસન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યું હતું. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શન ટીમને મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્‍તાની બાજુમાં ઉતરી ગઈ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

vartmanpravah

દમણઃ ભીમપોર ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment