Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના અશ્વિની રાણેને મહારાષ્‍ટ્ર લિજેંડ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા

મહિલા દિન ઉજવણી અંતર્ગત મુંબઈમાં યોજાયેલ એવોર્ડ સમારોહમાં સાહિત્‍ય-સમાજ સેવા ક્ષેત્ર માટે સિલેકશન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: આંતરરાષ્‍ટ્રિય મહિલા દિવસ 8મી માર્ચના રોજ મુંબઈમાં યોજાયેલ કાસ મહિલા સન્‍માન સમારોહમાં વાપીના અશ્વિની રાણેને મહારાષ્‍ટ્ર લિજેંડ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
મૂળ મહારાષ્‍ટ્રિય પરિવારના અશ્વિની રાણેનો પરિવાર વાપીને કર્મભૂમિ બનાવી વર્ષોથી વાપીમાં સ્‍થાયી થયો છે. અશ્વિની રાણે છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્‍સ સેનેટરી વેર ક્ષેત્રે સેવારત છે. લાયન્‍સ ક્‍લબ ચેપ્‍ટર પ્રેસિડેન્‍ટ તથા પ્રિયદર્શની ફાઉન્‍ડેશન મુંબઈના પ્રેસિડેન્‍ટ તરીકે સેવા આપી રહેલ છે. તેમજ હ્યુમન રાઈટ્‍સ ક્ષેત્રે પણ તેઓ નોંધનીય સેવા આપી રહ્યા છે. સાહિત્‍ય ક્ષેત્રે તેમના બે કાવ્‍ય સંગ્રહો પણ પ્રકાશિત થયેલા છે. એમ.એ., એમ.ફીલ., અશ્વિની રાણેની સમાજ સેવાના યોગદાન બદલમહારાષ્‍ટ્ર લિજેંડ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા છે. ઈટીવી માટે તેમણે ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મનું પણ નિર્માણ કર્યું છે. તેમજ મોટિવેટર પ્રોગ્રામ સતત કરતા રહે છે. ખાસ કરીને મહિલા જગત માટે સતત તેઓ સેવારત રહ્યા છે. તેમની આ કામગીરી બદલ મુંબઈમાં દામીની શાહના હસ્‍તે એવોર્ડ એનાયત કરાયો હતો.

Related posts

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

હવેથી દમણમાં ઓનલાઈન ડિજિટલ માધ્‍યમથી જ 1 અને 14ની નકલ મળશે

vartmanpravah

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

vartmanpravah

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

Leave a Comment