April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘તોક્‍તે’ વાવાઝોડા બાદ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા વર્મી કમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટનું આજે એક વર્ષ પૂર્ણ

આજેદમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના પ્રગતિશીલ ખેડૂતોને પોતાના ઘર આંગણે વર્મી કમ્‍પોસ્‍ટ બનાવવા માટે પંચાયત દ્વારા અપાનારી કમ્‍પોસ્‍ટ બેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18            દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગયા વર્ષે ‘તોક્‍તે’ વાવાઝોડાના કારણે ગ્રામ્‍ય રસ્‍તા ઉપર પડેલ પાંદડા, ડાખળીઓ તેમજ અન્‍ય કચરા-કુટામાંથી 19મી મે,ર0ર1ના રોજ વર્મી કમ્‍પોસ્‍ટ ખાતર બનાવવાનો આરંભ કર્યો હતો. જેને આવતી કાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્‍યારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્‍તારના પ્રગતિશીલ ખેડૂતોને પોતાના ખેતરમાં વર્મી કમ્‍પોસ્‍ટ બનાવવા જરૂરી દિશાનિર્દેશ આપવા માટે આવતી કાલે પંચાયત કાર્યાલય ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્‍તારના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ માટેની બેડ આપવામાં આવશે અને પંચાયત દ્વારા સમય સમય ઉપર જરૂરી દિશાનિર્દેશ સાથે વર્મી કમ્‍પોસ્‍ટના ઉત્‍પાદન માટે ખેડૂતોને પ્રેરિત પણ કરવામાં આવશે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના જણાવ્‍યા પ્રમાણે પોતાના ઘરનો નિકળતો એઠવાડ, શાકભાજી તથા ફળફળાદીનો કચરો તેમજ ઝાડના પાંદડા, કુટો, કચરો વગેરે વર્મી કમ્‍પોસ્‍ટ બેડમાં જમા કરી તેને ખાતરમાં રૂપાંતરીત કરવાપંચાયત દ્વારા અળસિયાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ બાબતે યોગ્‍ય જાણકારી અને માર્ગદર્શન આપવા માટે દમણવાડા પંચાયત દ્વારા આવતી કાલે સવારે 11:00 વાગ્‍યે પંચાયત કાર્યાલય પર ખેડૂતો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ઉપસ્‍થિત રહેવા પંચાયત વિસ્‍તારના તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે.

Related posts

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા- કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાનહના મોટા રાંધાની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડેમી શાળાના કેમ્‍પસ અને પરિસરની કરાયેલીછ સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment