Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની એન. કે. દેસાઈ સાયન્‍સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.04: પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પારડી એજ્‍યુકેશન સોસાયટીનાં પ્રમુખ હેમંત દેસાઈનાં માર્ગદર્શન હેઠળ ગાંધી જયંતિ નિમિત્તે મહાત્‍મા ગાંધીજીએ જે સંસ્‍થાની મુલાકાત લીધી હતી તે સ્‍થાન પર 2006 થી આજ દિન સુધી દર વર્ષે એમના જન્‍મ દિવસની ઉજવણી નિમિત્તે સોસાયટીનાં સભ્‍યો અને દરેક સંસ્‍થાનાં પ્રતિનિધિઓ દ્વારા સૂતરની આંટી પહેરાવી અને પુષ્‍પ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રમુખ હેમંત દેસાઈ, માનદ મંત્રી ધર્મિન શાહ, ટ્રસ્‍ટી ડો.ઠોસર, મનીષ ભગત, ડીસીઓ શાળાના આચાર્ય સુનીલ પટેલ, એન. કે. દેસાઈ કોલેજનાં કેમ્‍પસ ડાયરેકટર દિપેશ શાહ, ડો.તપન પરમાર, ડો.અજય પટેલ, આકાંક્ષા પટેલ, ભાર્ગવ પટેલ અને વિવિધ શાળા કોલેજનાં શિક્ષકો અને આચાર્ય સાથે એનસીસીનાં યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર આયોજન દીપકભાઈ પંડ્‍યા અને ભાવિનભાઈ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

ધરમપુર: બીલપુડી ગામની આદિવાસી દીકરી સ્‍મિતાએ બી.એસ એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment