October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમરીયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલસાયન્‍સીસ કોલેજ વાપીના એન.એસ.એસ. યુનિટના સ્‍વયં સેવકો ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત સ્‍વચ્‍છતા માટે શ્રમદાન તા.1/10/2023 ના દિને વાપી નગરપાલિકાના સહયોગથી કૂલ 72 સ્‍વયં સેવકોએ શ્રમદાનમાં ભાગ લીધો હતો. વાપી નગરપાલિકા તરફથી જુદા જુદા 4 વિભાગમાં વહેચીને વાપીના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધર્યુ હતું. આ અભિયાન દરમિયાન દરેક સ્‍વયં સેવકોએ ખૂબ જ દિલથી અને ખુશીથી સ્‍વચ્‍છતાનું કામ કર્યું હતું. સફાઈ અભિયાન દરમ્‍યાન જુદી જુદી સોસાયટીઓમાં સ્‍વચ્‍છતાના પાઠ ભણાવ્‍યા હતા. તેમજ દરેક સ્‍વયં સેવકોએ પણ પોતાનું ઘર, શેરી અને દેશને સ્‍વચ્‍છ રાખશે અને જેઓ અસ્‍વચ્‍છતા ફેલાવશે તેમને સ્‍વચ્‍છતાના પાઠ ભણાવશે એવી પ્રતિજ્ઞા લીધી હતી. આ સ્‍વચ્‍છતા અભિયાન એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર મદદનીશ પ્રાદ્યાપક ડૉ.ખુશ્‍બુ દેસાઈ અને એન.એસ.એસ. કમિટીના સભ્‍ય મદદનીશ પ્રાદ્યાપક શ્રી નકુમ ખોડાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આમ સ્‍વચ્‍છતા અભિયાન સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી.ચૌહાણે પ્રાદ્યાપકો અને સ્‍વયં સેવકોનો આભાર માની દેશની સેવામાં ભાગીદાર બનતા અભિનંદન આપી દેશની તમામ વિકાસની યોજનાઓ અને સેવામાં સહકાર આપવા માટે આહવાન આપ્‍યું હતું.

Related posts

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

vartmanpravah

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

Leave a Comment