September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.12: ચીખલી તાલુકામાં 81 જેટલી સસ્‍તા અનાજની દુકાનના 32 હજાર આસપાસના રેશનકાર્ડ ધારકોને ઘઉં, તેલ, તુવેરદાળ, ચોખા, ખાંડ વિગેરે પૂરું પાડવામાં આવે છે. જેને લઈને ગરીબ પરિવારોને મોટી રાહત થતી હોય છે. જેમાં તુવેરની દાળ રેશનકાર્ડ દીઠ એક કિલોગ્રામ જેટલી આપવામાં આવે છે. પરંતુ છેલ્લે મે મહિનામાં રેશનકાર્ડ ધારક પરિવારોને તુવેરદાળ મળ્‍યા બાદ તુવેરદાળનો જથ્‍થો આવતો બંધ થઈ જતા છેલ્લા પાંચેક માસથી ગરીબ મધ્‍યમ વર્ગના પરિવારોને તુવેરદાળ મળી નથી. જેને પગલે આ પરિવારોને હાલાકી વેઠવાની નોબત આવી છે.જૂન, જુલાઈ, ઓગષ્ટ, સપ્‍ટેમ્‍બર બાદ હાલ ઓક્‍ટોબર માસમાં પણ તુવેરની દાળનો જથ્‍થો સરકારી અનાજના ગોડાઉન પર આવ્‍યો નથી. ચાલું માસ માટે પરમીટ મળતા રેશનકાર્ડ ધારકો દ્વારા ચલણ પણ ભરી દેવામાં આવ્‍યું હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં ચાલુ માસે આજદિન સુધી તુવેરદાળનો જથ્‍થો આવ્‍યો નથી.
હાલે તહેવાર પણ નજીક હોય તેવા સંજોગોમાં ગરીબ મધ્‍યમવર્ગના રેશનકાર્ડ ધારક પરિવારોને તહેવાર ટાણે તુવેરદાળ ઉપલબ્‍ધ થાય તે પ્રકારનું તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
ચીખલી એફસીઆઈના ગોડાઉન મેનેજર જીજ્ઞેશભાઈના જણાવ્‍યાનુસાર તુવેરદાળનો જથ્‍થો છેલ્લે મે માસમાં આવ્‍યો હતો. હાલે પરમીટ આપેલી છે. પરંતુ હમણાં સુધી જથ્‍થો આવ્‍યો નથી.

Related posts

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

બુચરવાડામાં બેટી શિક્ષા, બેટી સુરક્ષાને લઈ સાયબર ક્રાઈમ, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ગાર્ડનિંગ વગેરેમાં જાગૃતતા આવે તે અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશ પટેલની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment