October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

દાભેલ ગ્રા.પં.ના સરપંચ હેમાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભામાં લેવાયેલા મહત્‍વના નિર્ણયો : સર્વાનુમતે મંજૂર કરાયેલ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ જિલ્લાની દાભેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હેમાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને આજે પંચાયત પરિસર ખાતેભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અગામી વર્ષ દરમિયાન દાભેલ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થનારા પ્રસ્‍તાવિત વિકાસકામોની ચર્ચા અને નવા કામોનું સૂચન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે દમણ જિલ્લા પંચાયત દ્વારા દાભેલ પંચાયત અંતર્ગત થનારા કામોની માહિતી આપી હતી. તેમણે અગામી સમયમાં થનારા વિકાસ કામોની પણ ઉપસ્‍થિત ગ્રામજનોને વિગતવાર જાણકારી આપી હતી.
દમણના વિકાસ ઘટક અધિકારી (બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામજનોને આરોગ્‍ય, દાભેલ અને રીંગણવાડા ખાતે આવેલ શાળાઓના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, ગામમાં સાફ-સફાઈ તેમજ સ્‍વચ્‍છતા જાળવી રાખવા માટે ગામના ચાલમાલિકો દ્વારા મળતા સહયોગ વિશે ચર્ચા કરી હતી. તેમણે ગામલોકોને વરસાદ દરમિયાન વધુમાં વધુ પાણીનો સંચય કરવા તથા પંચાયત વિસ્‍તારમાં આવેલ તળાવોને વરસાદ પહેલાં ઊંડા કરવા અને દમણ સ્‍થિત ગૌશાળા વિશે માહિતી આપી હતી.
જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત દ્વારા દાભેલ પંચાયતના પ્રસ્‍તાવિત કામો તથા અગામી વર્ષે લેવાનારા પંચાયત ઘરના નવીનિકરણ, પંચાયત વિસ્‍તારના નવા રોડ તેમજ ગટરનુંનિર્માણ તથા દાભેલ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામ વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી.
આરોગ્‍ય વિભાગથી ઉપસ્‍થિત અધિકારી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના (પીએમજેએવાય) આયુષ્‍માન ભારત કાર્ડ તેમજ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે જાણકારી આપી હતી. ખેતી વિભાગથી ઉપસ્‍થિત અધિકારીએ પ્રધાનમંત્રી કિસાન સમ્‍માન યોજના, પ્રધાનમંત્રી માનધન યોજના તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ અંગે માહિતી આપી હતી.
ગ્રામસભામાં ગ્રામજનોએ વિવિધ વિભાગોમાંથી આવેલા અધિકારીઓને પ્રશ્નો પૂછી જાણકારી પણ મેળવી હતી. જેમાં ગામમાં મૃત થતા ઢોરના નિરાકરણ, વોટર હાર્વેસ્‍ટિંગ, દાભેલ ગામના તળાવનું નવીનિકરણ, પાણીના જોડાણનું બિલ નહીં મળવા, તળાવમાં ઠલવાતા ગંદા પાણીના સંદર્ભમાં તથા ગામના રસ્‍તા તેમજ ગટરના સંબંધમાં કરાયેલી રજૂઆતોનો સમાવેશ થતો હતો.
ગ્રામસભામાં દાભેલ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી રોની પટેલે ગ્રામસભાની કાર્યસૂચિ મુજબ ગત વર્ષના ફિઝિકલ પ્રોગ્રેસ, ફંડ યુટિલાઈઝેશન, ચાલુ વર્ષની વિવિધ યોજનાઓનું અમલીકરણ તથા અગામી વર્ષના એક્‍શન પ્‍લાનની ચર્ચા કરી મંજૂરી માટે ગ્રામસભા સમક્ષ રાખવામાં આવ્‍યો હતો. ગ્રામસભાએ સર્વાનુમતે અગામી વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કર્યો હતો.
આ ગ્રામસભામાંદાભેલ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય ડો. ભૂપેન્‍દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગના સહાયક ઈજનેર શ્રી સંદિપ તંબોલી તથા અન્‍ય વિભાગથી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજ સાયન્સ કોલેજના ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

ઉમરગામની મહેતા સ્‍કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્‍વરક્ષણ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment