December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોટરી પરિવાર આયોજીત થનગનાટ નવરાત્રિની આવક શિક્ષણ-આરોગ્‍ય ક્ષેત્રે વપરાશે : એન્‍ટ્રી માટે ડિઝીટલ પાસ

રજ્જુ શ્રોફ યુનિવર્સિટીના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં આવક વાપરવાની જાહેરાત : 2400 ખેલૈયાઓનું રજીસ્‍ટ્રેશન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા થનગનાટ-23 નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. નવરાત્રિની આવક શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્ર વાપરવામાં આવનાર છે.
વાપી રોટરી પરિવાર દ્વારા આયોજીત થનારનવરાત્રિ મહોત્‍સવ થનગનાટ-23ના ઉપલક્ષમાં હરીયા હોસ્‍પિટલામં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રોટરી ક્‍લબ ઓફ વાપીના પ્રેસિડેન્‍ટ કૃષિત શાહ ક્‍લબ ચેરમેન, નવરાત્રિ ઈવેન્‍ટ ચેરમેન ભરતભાઈ પટેલ, પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ પ્રકાશ ભદ્રા અને મહાનુભાવોએ રોટરી નવરાત્રિ મહોત્‍સવના આયોજન અંગે વિગતો પુરી પાડી હતી. જેમાં ખાસ પ્રિ-નવરાત્રિ દરમિયાન હાર્ટ એટેકના બનાવો ધ્‍યાને રાખીને સરકારની ગાઈડલાઈન મોટા આયોજન માટેની છે તે મુજબ મહોત્‍સવમાં તબીબી સ્‍ટાફ કાર્ડિયાક એમ્‍બ્‍યુલન્‍સ ખાસ ઉપસ્‍થિત રહેશે. તદ્દ ઉપરાંત જાહેર સલામતિ, પાર્કિંગની ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવનાર છે તે માટે પાર્કિંગના બે પ્‍લોટ હાયર કરાયા છે. જેમાં પે એન્‍ડ પાર્કની સુવિધા હશે. આ વર્ષે પ્રથમવાર ડિઝીટલ પાસનું પણ આયોજન કરાયું છે. જે ક્‍યુ આર કોડ સ્‍કેન કરીને એન્‍ટ્રી કરવામાં આવશે. રોટરી નવરાત્રિની આવક આગામી સમયે નિર્માણ થનાર રજ્જુ શ્રોફ યુનિવર્સિટીના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં વાપરવામાં આવનાર છે. આ પ્રોજેક્‍ટમાં ઉદ્યોગ મિત્રોનો પણ સહયોગ લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, વાપીના અન્‍ય નવરાત્રિ આયોજન કરતા રોટરીના પાસના ભાવ બે ગણા વધુ છે. છતાં પણ 2400 ઉપરાંત ખેલૈયાઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યાની વિગતો પત્રકાર પરિષદમાં આપવામાં આવીહતી.

Related posts

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતની યોજાનારી ગ્રામસભા

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

Leave a Comment