October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે એક સોસાયટીની બહારથી ગાય અને વાછરડાઓને બેહોશ કરી ચોરી કરવાના કેસમાં એક આરોપીની થાણા મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી ગંગાધર રઘુનાથ અહિરાવ રહેવાસી ખાનવેલ જેઓએ 14 સપ્‍ટેમ્‍બરના રોજ અજાણ્‍યા આરોપી સફેદ રંગની બોલેરો પીકઅપ ટેમ્‍પોમાં આવેલ અને ગૌધનને કઈ ખવડાવી બેહોશ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અજાણયા વ્‍યક્‍તિઓવિરુદ્ધ ધારા 379, 429, આર/ડબ્‍લ્‍યુ 34 અને પશુક્રુરતા નિવારણ અધિનિયમ 1960ની ધારા 11(1) મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા એક ટીમ બનાવી ભિવંડી, વાડા, પડઘા, કુદૂસ, જવાહર, વિક્રમગઢ, દહાણુ અને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્‍યના અન્‍ય વિસ્‍તારો પર મોકલવામાં આવ્‍યા હોવાની બાતમી મળેલ. તપાસ દરમ્‍યાન સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આરોપીની ઓળખ નવિદ રઈસ (ઉ.વ.19) રહેવાસી બોરીવલી તરફ, રાહુર, પડઘા, થાણે, મહારાષ્ટ્ર જેને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં લાવવામાં આવ્‍યો હતો અને પૂછપરછ દરમ્‍યાન એણે કબુલ કર્યું હતુ ત્‍યારબાદ એની 27મી સપ્‍ટેમ્‍બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને એની સાથે બીજો આરોપી સલમાન ઈકબાલ શેખ (ઉ.વ.26) રહેવાસી બાબાની બિલ્‍ડીંગ, ગ્રાઉન્‍ડ ફલોર, કુદૂસ, થાણા, મહારાષ્ટ્ર જેની 10 ઓક્‍ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ સાથે અન્‍ય કોઈ સંકળાયેલા નથી ને તે અંગે વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

Leave a Comment