Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં અરજદારોના પ્રશ્નોનો સત્વરે નિકાલ

દર મહિને મહેસૂલી કામગીરીનું મૂલ્યાંકન માટે રાજ્ય સરકાર દ્વારા ડિસ્ટ્રીક્ટ સ્કોર મેટ્રીક્સ મોડ્યુલ અમલમાં

કામગીરીનું વધુ ભારણ ધરાવતા અમદાવાદ અને સુરત સહિતના ૧૦ જિલ્લાના ગૃપ-૧ માં વલસાડનો સમાવેશ

(અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: સમગ્ર રાજ્યમાં પ્રજાના મહેસૂલી બાબતના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે અને મહેસૂલી કામગીરી બાબતે પડતર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તે માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ સ્કોર મેટ્રીક્સ મોડ્યુલ અમલમાં મુકાયુ છે. જેમાં દર મહિને રાજ્યના તમામ જિલ્લાઓની મહેસૂલી કામગીરીની સમીક્ષા કરી જિલ્લાઓને રેન્ક આપવામાં આવે છે. વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં તમામ મહેસૂલી કામગીરીનો સમય મર્યાદામાં નિકાલ કરાતો હોવાથી ગૃપ-૧ માં સમાવિષ્ટ રાજ્યના મહાનગરોની સરખામણીએ વલસાડ જિલ્લો પ્રથમ અને દ્વિતિય ક્રમ પર સતત ૪ મહિનાથી આરૂઢ રહી અન્ય જિલ્લાઓને પારદર્શક અને ઝડપી કામગીરીની મિશાલ પુરી પાડી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં અરજદારોને યોગ્ય ન્યાય મળે અને કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીની મદદથી પારદર્શક અને ગતિશીલ વહીવટ ચલાવાઈ રહ્યો છે. જેને પગલે લોકોના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલાતા લોકોના ચહેરા પર સંતોષનો આનંદ જોવા મળી રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓની મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ઓનલાઈન પોર્ટલ જેવા કે, ઈન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સીસ્ટમ, ઈન્ટીગ્રેટેડ ઓનલાઈ રેવન્યુ એપ્લિકેશન અને વેબ ભૂલેખ પર કામગીરીનું મૂલ્યાંકન થાય તે બાબતે ડિસ્ટ્રીક્ટ સ્કોર મેટ્રીક્સ મોડ્યુલ બનાવવામાં આવ્યું છે. જેમાં તમામ ૩૩ જિલ્લાઓને કામગીરીના ભારણના આધારે કુલ ૩ ગૃપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે પૈકી વધુ કાર્યભાર ધરાવતા એવા જિલ્લાઓના ગૃપ – ૧ માં વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃપ-૧ માં વલસાડની સાથે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, આણંદ અને ખેડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગૃપ- ૨માં સાબરકાંઠા, ગીર સોમનાથ, પાટણ, મોરબી, નવસારી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, પંચમહાલ, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે. ગૃપ-૩ માં જુનાગઢ, પોરબંદર, ડાંગ, અરવલ્લી, તાપી, મહિસાગર, નર્મદા, દાહોદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ કરાયો છે.
બિનખેતીની જમીન, મિલકત બાબતના ફેરફારો, મિલકત લે-વેચ, વારસાઈ, લેન્ડ ગ્રેબિંગ, જમીન સંપાદન, સ્ટેમ્પ ડ્યુટી અને રેવન્યુ ફાઈલ મેનેજ સીસ્ટમ સહિતની તમામ મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરીમાં ૧૦૦માંથી ૮૧.૭૩ % સ્કોર, ફેબ્રુઆરીમાં ૧૦૦માંથી ૮૫.૫૩ % સ્કોર અને માર્ચમાં ૧૦૦માંથી ૮૬.૬૧ % સ્કોર મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે ગત એપ્રિલ માસમાં ૧૦૦માંથી ૮૭.૩ % સ્કોર મળતા બીજો ક્રમ આવ્યો હતો.
વલસાડ જિલ્લામાં નિયત સમય મર્યાદામાં અરજદારોના રેવન્યુ વિભાગના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જિલ્લા સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રે અને નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા આર. જહા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પાસે સતત લેવાતુ ફોલોઅપ અને યોગ્ય માર્ગદર્શનના કારણે સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લો પ્રજાલક્ષી મહેસૂલી કામગીરીમાં મોખરે રહ્યો છે.

Related posts

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

જય અંબે થાણાપારડી યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી સિઝનમાં દેહરીની ટીમ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી દાદરા

vartmanpravah

દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

Leave a Comment