(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.25: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં સાર્વજનિક તથા ઘરે ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. લોકો માનતા પ્રમાણે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ તથા સાત દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે દીવ જિલ્લાના સાત દિવસીય ગણપતિ બાપ્પાનું વિસર્જન વાજતે ગાજતે અને ધામધૂમથી કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયા તથા અગલે બરસ તુ જલ્દી આના થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન પહેલાગણપતિ બાપ્પાની આરતી તથા પૂજા અર્ચના કરી, અને દરિયામાં વિસર્જન કર્યું લોકોની આંખ નમ જોવા મળી હતી. દરિયા કિનારે જેટી પર દીવ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડના જવાનો તથા સ્થાનિક માછીમારો સ્વયં સેવક તરીકે ઉપસ્થિત રહી લોકોને વિસર્જન માટે મદદરૂપ બન્યા હતા.