January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

અમૃત કળશ દિલ્‍હી પહોંચી પારડી નગર તરફથી પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: મારી માટી મારો દેશ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે જેવો થકી આપણને આઝાદી મળી છે એવા વીર શહીદોની યાદમાં આઝાદી પછી જેમનો જન્‍મ થયો હોય એવા તમામ લોકો પણ આપણને આઝાદી કેવી રીતે મળી તે જાણે જેને લઈ સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ અંતર્ગત એક અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે અને સમગ્ર દેશની માટી દિલ્‍હી ખાતે તૈયાર થનારા અમૃતવાટિકામાં વાપરી આઝાદી માટે શહીદ થનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આજરોજ પારડી ખાતે પણ અમૃત કળશ યાત્રાની શોભા યાત્રાને ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લીલી ઝંડી બતાવી નગરમાં રવાના કરવામાં આવી હતી અને આ શોભા યાત્રામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પોતે પણ જોડાયા હતા.
પારડી ચાર રસ્‍તાથી ખૂબ મોટી સંખ્‍યામાં ભાજપ કાર્યકર્તાઓ અને પારડી કુમારશાળા, કન્‍યાશાળાના બાળકો સાથે નીકળેલી આ શોભાયાત્રા પારડી લીમડા ચોક થઈ સ્‍ટેટ બેન્‍કથી કંસારવાડ થઈ દમણીઝાપા પહોંચી હતી. આમ પારડીના તમામવોર્ડમાં આ શોભાયાત્રા અમૃત કળશ સાથે ફરી આપણા શહેરની માટી લઈ ગાંધીનગર અને ત્‍યાંથી દિલ્‍હી રવાના થશે. આમ દિલ્‍હીમાં તૈયાર થનારા અમૃતવાટિકામાં આપણા નગરની માટીનો પણ ઉપયોગ થઈ આઝાદી માટે લડનારા વીર શહીદોને પારડી નગર તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા મહામંત્રી શીલ્‍પેશભાઈ દેસાઈ, પારડી નગરપાલિકા વહીવટદાર અને મામલતદાર આર. આર.ચૌધરી, ચીફ ઓફિસર બી.બી.ભાવસાર, પારડી નગર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી કેતન પ્રજાપતિ, પારડી શહેર ભાજપ યુવા પ્રમુખ જેસીંગ ભરવાડ, મહામંત્રી ઝુબીન દેસાઈ, દેવેન શાહ, ફાલ્‍ગુની ભટ્ટ રાજન ભટ્ટ, ધર્મેશ મોદી, કિરણ પટેલ, સંજીવ ભટ્ટ, રીટા પ્રજાપતિ રણજીત પ્રજાપતિ, ગોવિંદભાઈ પટેલ, જીતુ ઓઝા, સહિત ખૂબ મોટી સંખ્‍યામાં ભાજપ કાર્યકર્તાઓ, પારડી કુમારશાળા અને કન્‍યાશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રા સફળ બનાવી હતી.

Related posts

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી

vartmanpravah

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

તાલુકામાં ગ્રા. પં.ની ચૂંટણી માટે ચીખલી મામલતદાર અને તાલુકા પંચાયત એમ બે કચેરીમાંજ ઉમેદવારી પત્રકો સ્‍વીકારવાની કામગીરી હાથધરાઈ

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment