October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

આજુબાજુમાં રહેઠાણ વિસ્‍તાર હોવાથી આગની વધુ દહેશત ફેલાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ડુંગરી ફળીયા વિસ્‍તારમાં વધુ એકવાર ભંગારના ગોડાઉનોમાં આગલાગતા સમગ્ર વિસ્‍તારમાં અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
ડુંગરી ફળીયા વિસ્‍તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉનો ધમધમી રહ્યા છે. તેવા ગોડાઉનોમાં સતત આગ લાગવાના બનાવો લગાતાર બનતા રહે છે. તેવો વધુ એક બનાવ શનિવારે સાંજના બન્‍યો હતો. એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગી હતી. આગનો ફેલાવો એટલો વિસ્‍તૃત હતો કે આજુબાજુના અન્‍ય ત્રણ ગોડાઉનો પણ આગની લપેટમાં આવી ગયા હતા તેથી ભયાનક દૃશ્‍યો સર્જાયા હતા. આજુબાજુમાં રહેઠાણ વિસ્‍તાર હોવાથી લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા. આગથી જે જગ્‍યાએ દહેશતનો માહોલ છવાયો હતો તે લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાની જાણ બાદ ચાર જેટલા ફાયર ફાયટરો ઘટના સ્‍થળે દોડીને આગ બુઝાવવાની કવાયત હાથ ધરી હતી. સતત બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ કરાયો હતો. આગમાં કોઈ જાનહાની થવા પામી નહોતી. આગનું કારણ અકબંધ છે. રહેઠાણ વિસ્‍તારમાં ગોડાઉનો કોઈવાર ખતરનાક બની શકે છે.

Related posts

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

વલસાડ પારડીમાં મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

Leave a Comment