Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અને સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી ‘સામર્થ્‍ય’ નામની એક પહેલ જેનો ઉદ્દેશ્‍ય શિક્ષણની ક્ષમતાઓનો નિર્માણ કરવાનોછે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને અંગ્રેજી ભાષામાં કૌશલ્‍ય વધારવાની દિશામાં ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઈ’ કાર્યક્રમના શુભારંભ સાથે એક મહત્‍વપૂર્ણ પગલું ભર્યું છે. શિક્ષણ અને સમગ્ર શિક્ષણ વિભાગના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ પહેલનો ઉદ્દેશ્‍ય ‘ક્ષમતા નિર્માણ’ અને તાલીમના માધ્‍યથી શિક્ષકોમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ ક્ષમતાઓ મજબૂત કરવાનો છે.
આ અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલે શિક્ષકોને તાલીમ માટે પ્રેરિત કર્યા હતા અને ભાગ લેનાર તમામ શિક્ષકો સાથે પોતાના વિચાર અને દ્રષ્ટિકોણ તથા વ્‍યવસાયિક વિકાસ પ્રત્‍યે એમની પ્રતિબદ્ધતાની સરાહના કરી અને ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઈ’ કાર્યક્રમમાં એમનો સહયોગ અને યોગદાનનો સ્‍વીકાર કરતા પસંદગી કરેલ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા.
આ પ્રસંગે શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે જણાવ્‍યું હતું કે, દાનહ અને દમણ દીવમાં અંગ્રેજી ભાષામાં કુશળતામાં વધારો કરવાના હેતુ શુભારંભ કરવામાં આવેલ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઈ’ કાર્યક્રમ શિક્ષકોને અંગ્રેજી ભાષા સુધારવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું છે. જેનાથી વિદ્યાર્થીઓને લાભ થશે અને પ્રદેશમાં શિક્ષણનીગુણવતામાં સુધારો થશે. તેમણે જણાવ્‍યું હતું કે, આ પહેલ શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષણ અને સીએલઆર ટીમના સહયોગના પ્રયાસોના ઉદ્દેશ્‍ય ગુણવતાયુક્‍ત શિક્ષણ માટે એક મજબૂત પાયો બનાવવા અને એક આકર્ષક અને પ્રભાવી શિક્ષણ વાતાવરણ ઉભું કરવા માટે આવશ્‍યક ઉપકરણો અને જ્ઞાન સાથે શિક્ષકોને સશક્‍ત બનાવવાનો છે. આ પહેલાં ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઈ’ કાર્યક્રમનો શુભારંભ સરકારી હાઇસ્‍કૂલ મસાટના હોલમાં ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે શિક્ષણ સચિવ શ્રી પરિતોષ શુક્‍લાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બન્ને માટે અંગ્રેજી ભાષાને મજબૂત કરવાનું મહત્‍વ અને પ્રદેશના દ્રષ્ટિકોણ અંગે જાણકારી આપી હતી. શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલે કાર્યક્રમના ઉદ્દેશ્‍યને અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. સંપૂર્ણ પહેલનું નેતૃત્‍વ કરતા ડો. નમ્રતા કુલકર્ણીએ તાલીમ માટે વ્‍યાપક યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. સી.એલ.આર. શ્રીમતી અર્પણા દીક્ષિતે સંદર્ભ સેટિંગ સત્ર આયોજીત કર્યું હતું. જેમાં શિક્ષકો માટેના કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય અને કાર્યપ્રણાલી અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. ત્‍યારબાદ શ્રીમતી એશ્વર્યા ગાડગીલે તાલીમમાં શિક્ષકોને શૈક્ષણિક પાસાઓની સમજ આપી હતી.
આ અવસરે શિક્ષણ નિર્દેશક શ્રી જતિનગોયલ સહિત સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, ડાઇટ દમણના વ્‍યાખ્‍યાતા ડો. નમ્રતા કુલકર્ણી, સીએલઆર શ્રીમતી અર્પણા દીક્ષિત, શ્રીમતી અનુરાતા ત્રિભુવન, એંકરીંગ શ્રીમતી નિશા થોમસ, સીઆરસી શ્રી બિમલસીંગ રાજપૂત, શ્રીમતી જીજ્ઞા રાઠોડ સહિત શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, ‘મલ્‍ટી પોસ્‍ટ મલ્‍ટી વોટ’ ઈવીએમનું ફર્સ્‍ટ લેવલ ચેકિંગ

vartmanpravah

Leave a Comment