Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

શિક્ષક પરિવારોના ભવિષ્‍યને સુનિશ્ચિત કરવા અપીલ : સ્‍થાનિક નેતાઓની વ્‍યક્‍તિગત મહત્‍વકાંક્ષાનો ભોગ બનેલા શિક્ષકો : મહેશ શર્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23
દાદરા નગર હવેલી કોંગ્રેસ સમિતિના અધ્‍યક્ષ શ્રી મહેશ શર્માએ 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને પત્ર લખી શિક્ષકોના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખી સકારાત્‍મક નિર્ણય લેવા અપીલ કરી છે. શ્રી મહેશ શર્માએ પ્રશાસકશ્રીને લખેલ પત્રમાં જણાવ્‍યું છે કે, શિક્ષકોની ભરતીને લઈ 2007થી જ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી.
2005માં તત્‍કાલીન કલેક્‍ટર શ્રી વિજય કુમારે કોઈપણ પ્રકારના રાજનૈતિક હસ્‍તાક્ષેપ વગર પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તે સમયે પણ રાજનેતાઓએ શ્રી વિજય કુમાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા હતા.
શ્રી વિજય કુમારની બદલી બાદ ફરી 2007માં શિક્ષકોનીભરતી કરવામાં આવી હતી. જેમાં લેન-દેનના આરોપો પણ લાગ્‍યા હતા. ત્‍યારબાદ આ શિક્ષકોની ભરતીનો પ્રશ્ન ઉઠતો જ રહ્યો હતો.
2009માં દાદરા નગર હવેલી ખાતે થયેલા સત્તા-પરિવર્તન બાદ તે વખતના સાંસદે કોન્‍ટ્રાક્‍ટ અને ડેઈલી બેઈઝ ઉપર કામ કરતા શિક્ષકોને રેગ્‍યુલર કરવાની કોશિષ કરી હતી પરંતુ તે વખતની સરકારમાં દાદરા નગર હવેલીના તે સમયના વિરોધ પક્ષનું ચલણ હોવાના કારણે યેનકેન રીતે આ પ્રશ્ન પાછળ ઠલવાતો રહ્યો હતો.
શ્રી મહેશ શર્માએ પ્રશાસકશ્રીને લખેલ પત્રમાં જણાવ્‍યું છે કે, શિક્ષકોની સાથે રાજનૈતિક સ્‍તર ઉપર રમત રમવામાં આવી છે. અદાલતમાં જવું, પરિક્ષા નહી આપવી અને પરિક્ષા આપવી એ બાબતે પણ બે ભાગ પડી ગયા હતા. આ રાજનીતિમાં ઘણા સીધાસાદા શિક્ષકોએ પરિક્ષા નહી આપી અને આ તેમનું ભવિષ્‍ય અંધકારમય થઈ ગયું છે. દાનહ કોંગ્રેસ કમિટીના અધ્‍યક્ષ શ્રી મહેશ શર્માએ પ્રશાસક શ્રીને અપીલ કરી છે કે બરખાસ્‍ત શિક્ષકોનું અર્ધુ જીવન નોકરીમાં પૂર્ણ થઈ ગયું છે. તેથી તેમના પ્રત્‍યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી કોઈ યોગ્‍ય રસ્‍તો કાઢવા અરજ કરી છે.

Related posts

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

Leave a Comment