Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.08: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર,રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારખાતે 5 જૂન 2023 ના રોજ “પ્લાસ્ટિકનાપ્રદૂષણનુંસમાધાન” થીમપર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર ના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશરાઠોડ, ધી લેડી વિલ્સનમ્યુઝિયમના ક્યુરેટર ડો. ઇન્દ્રા વત્સ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ કેમિકલ ડિપાર્ટમેન્ટ ના આસિસ્ટન્ટ પ્રોફેસર રાહુલ વી પ્રજાપતિ અને ગવર્નમેંટ આઇટી આઇ ધરમપુર ના વિધ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.


કાર્યક્રમ ની શરૂઆતમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશરાઠોડ એ તેમના પ્રાસંગિક ઉદબોધન માં જણાવ્યુ કે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ લાવવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૯૭૩માં સૌપ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન “ઓન્લી વન અર્થ” વિષય સાથે કરવામાં આવ્યું હતું. સાથે જ આ પર્યાવરણ માટે ભારતનો દરેક નાગરિક વર્ષમાં એક વૃક્ષારોપણ કરી ઉછેરની જવાબદારી લે તો 1.4 અબજ કરતાં વધુ વુક્ષો પર્યાવરણ માં ઉમેરી શકાય તેમજ જંગલો (FOREST) પર્યાવરણ માં મહત્વની ભૂમિકા ભજવે છે તથા વૃક્ષ પોતાના જીવનકાળ દરમ્યાન સજીવોને ખોરાક,ઑક્સીજન, શુદ્ધ પાણી,ઇકોસિસ્ટમ,સજીવોને આશ્રય, તથા લાકડું વગેરે માટે સીધી કે આડકતરી રીતે જવાબદાર છે એમ જણાવ્યુ હતું અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે તે જણાવ્યું હતું.


લેડી વિલ્સનમ્યુઝિયમના ક્યુરેટર ડો. ઇન્દ્રા વત્સ એજણાવ્યુ કે પહેલા ના લોકો પ્રકૃતિ સાથે જોડાયેલ હોય આ પ્રકારના દિવસોની ઉજવણી નહોતી કરવી પડતી. તેમણે પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા વિશે સમજૂતી આપી હતી.
શ્રી રાહુલ બી. પ્રજાપતિ આસિસ્ટન્ટ પ્રોફેસર,સરકારી ઈજનેરીકોલેજ,વલસાડ એ Environment sustainability & lifestyle : Science and technology પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યુ કે માનવ પહેલા પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પર્યાવરણ માથીસંસાધનો નો ઉપયોગ કરતો હતો, પછી જરૂરિયાત માટે અને હવે વિકાસ માટે કરે છે.માણસે પ્રાકૃતિક સંસાધનોજવાબદારીપૂર્વકવાપરવા જોઈએ. વ્યાખ્યાન બાદ “સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન ” વિષય પર વિદ્યાર્થીઑ માટે ઓપન હાઉસ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. અને વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનાભાગરૂપે સેવ અવર પ્લેનેટ પર ડોક્યુમેન્ટરીફિલ્મ બતાવવામાં આવી હતો. તથા શ્રી રાહુલ શાહ જુ. મેંટરઇનોવેશનહબ દ્વારા 3ડી પ્રિંટર પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

દાનહ પોલીસે સગીર બાળાને બિહારથી શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

Leave a Comment