December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.)ની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં વિક્રમ સર્જક 99.34 ટકા મતદાન થયું હતું.મતદાન બાદ જ તુરત જ હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય થયો હતો.
કપરાડા ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિની જાહેર થયેલ ચૂંટણી બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું. એ.પી.એમ.સી. કપરાડાની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે રસાકસીનો જંગ હતો. શનિવારે યોજાયેલ ચૂંટણીમાં સર્વોચ્‍ચ લેખાવી શકાય તેવું સભાસદોએ 99.34 ટકા મતદાન કર્યું હતું. મતદાન બાદ હાથ ધરાયેલ મતગણતરીમાં ભાજપના ઉમેદવારો વિજયી બન્‍યા હતા. ઉલ્લેકનીય છે કે, વેપારી વિભાગની પેનલ ચૂંટણી અગાઉ જ બિનહરીફ વિજેતા બની હતી. હવે બજાર સમિતિના પ્રમુખ અને અન્‍ય હોદ્દેદારો કોણ કોણ હશે તેની ગડમથલનો આરંભ થઈ ગયો હતો.

Related posts

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

vartmanpravah

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

Leave a Comment