October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણનવસારી

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણ પોલીસે એક બંધ ઘરના દરવાજાનું તાળુ તોડી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના ઘરેણાંની કરેલી ચોરીના આરોપીઓને માંડ 10 દિવસમાં પકડી રૂા.2.50 લાખના ઘરેણાં, એક મોબાઈલ ફોન તથા રોકડા રૂા.13800 બરામદ કરવા સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.6 ઓક્‍ટોબરની રાત્રે ફરિયાદીના બંધ ઘરમાંથી અજ્ઞાત વ્‍યક્‍તિઓએ ઘરના દરવાજાનું તાળુ તોડી રોકડ રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાની ફરિયાદ દમણ પોલીસમાં નોંધાવી હતી. જેના અનુસંધાનમાં આઈપીસીની 380 અને 457 કલમ અંતર્ગત ગુનો નોંધી પોલીસ ટીમ બનાવીને અલગ અલગ વિસ્‍તારમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. દરમિયાન એક ગુપ્ત સૂત્રના આધારે સુરતના વિસ્‍તારમાં તપાસ કર્યા બાદ ચોરી કરનારી ગેંગને ત્‍યાંથી અટકમાં લેવા સફળતા મળી હતી અને આરોપીઓ પાસેથી રોકડા રૂા.13800 અને એક જોડી હાથની બંગડી રૂા.1 લાખ 55 હજાર, એક ચાંદીની પટ્ટી 170 ગ્રામ રૂા.10 હજાર, બે અલગ અલગ પ્રકારની ચાંદીની પાયલ કિંમત રૂા.2000, એક જોડી સોનાના શેર કિંમત લગભગ રૂા.25 હજાર, બે જોડી સોનાની કાનની બૂટ્ટીનો સેટ કિંમત લગભગ રૂા.60 હજાર, એક મોબાઈલ પણ જપ્ત કર્યો છે અને આરોપી(1)હરિઓમ – રહેવાસી નવસારી, મૂળ રહેવાસી આઝમગઢ(યુપી), (2)રાજગૌર- રહે. બનાસકાંઠા, મૂળ નિવાસી- નવસારી ગુજરાત, (3)બંટી રહે. નવસારી મૂળ નિવાસી નંદુરબાર-મહારાષ્‍ટ્રની ધરપકડ કરવા સફળતા મળી છે.

Related posts

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્‍વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્‍યો ‘‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દમણમાં કંટ્રી ક્રોસ રેસ યોજાઈઃ દમણ જિલ્લાની વિવિધ શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહથી લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment