October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીમાં સમસ્‍ત પ્રજાપતિ સમાજના ‘શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ’ દ્વારા સ્‍નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સમાજને આધુનિક સામાજિક વ્‍યવસ્‍થામાં પ્રગતિશીલ બનાવવા અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો અને સમાજને સામુહિક રીતે એકત્રિત કરવાનો હતો.
આ સ્‍નેહ મિલન સમારંભમાં પ્રજાપતિ સમાજના વિવિધ કાર્યક્ષેત્રમાં કાર્યરત અગ્રણીઓને સામેલ થવા આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. સાથે નવયુવાનો અને વિદ્યાર્થીઓ એમના ક્ષેત્રમાં કરેલા પ્રગતિશીલ કાર્યોને આવકારવા માટે આમંત્રણ આપવામાં આવ્‍યું હતું.
શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળની પુનઃરચનાના એક વર્ષ પૂર્ણ થયા બાદ આયોજીત કરવામાં આવેલ આ સ્‍નેહ સંમેલન સમારોહમાં સંગઠનના ઉદ્દેશીકા અને એમની પ્રગતિ તથા સમાજમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લોકોને અને શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા. સાથે મંડળનો વાર્ષિક અહેવાલ પણ પ્રસ્‍તુત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. આ અવસરે મંડળના પ્રમુખ શ્રી હિતેન્‍દ્ર લાડ, ઉપ પ્રમુખ શ્રી દિલીપ પ્રજાપતિ, મંત્રી શ્રી પ્રિતેશ પ્રજાપતિ,સહમંત્રી શ્રી ઉમેશ લાડ, કોષાધ્‍યક્ષ શ્રી મુકેશ પ્રજાપતિ, શ્રી વિપુલ પ્રજાપતિ, શ્રી ચેતન પ્રજાપતિ અને શ્રી મનુભાઈ લાડ સહિત મંડળના સભ્‍યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

vartmanpravah

સેલવાસ ખાતે આયોજીત સંઘપ્રદેશ સ્‍તરીય અંડર-17 બોયઝ અને ગર્લ્‍સ ખો-ખો સ્‍પર્ધામાં બંને શ્રેણીમાં દમણની ટીમ વિજેતા બની

vartmanpravah

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment