Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્‍યઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

  • દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના ભામટી તળાવ ફળિયા કોમ્‍યુનિટી સેન્‍ટર ખાતે પ્રદેશ અધ્‍યક્ષના ‘પ્રવાસ કાર્યક્રમ’ની યોજાયેલીચિંતન બેઠક

  • ટોરેન્‍ટ પાવરના નામ ઉપર પોતાની દુકાન ચલાવી પ્રદેશમાં થયેલા વિકાસના કામોને ભૂંસવાનો બાલિશ પ્રયાસ કરનારા બહુરૂપિયા સામે જાગૃત બનવા પ્રદેશ અધ્‍યક્ષે લોકોને આપેલી સમજણ

  • ગરીબોના કલ્‍યાણની ચિંતા કરનારી દેશની એક માત્ર મોદી સરકારઃ સાંસદ લાલુભાઈ પટેલ

  • દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયા, દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી મહેશભાઈ આગરિયા, જિ.પં. સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે પણ આપેલું પ્રાસંગિક ઉદ્‌બોધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ દ્વારા આયોજીત ‘પ્રવાસ કાર્યક્રમ’ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિ.પં.ના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ જિલ્લા ભાજપ અને ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ આગરિયા, જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિ રહી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દમણ સહિત સમગ્ર પ્રદેશના વિકાસના કામોમાં કોઈ કસર બાકીરહી નથી. હવે કેટલાક તત્ત્વો બહુરૂપી બની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે, તેની સામે સાવધાન બનવા સભામાં આહ્‌વાન કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, આવા તત્ત્વો ટોરેન્‍ટ પાવરના નામ ઉપર પોતાની દુકાન ચલાવી પ્રદેશમાં થયેલા વિકાસના કામોને ભૂંસવાનો બાલિશ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેની સામે જાગૃત બની લડત આપવા લોકોને સમજણ આપી હતી.
શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દમણવાડા સહિત સમગ્ર મોટી દમણનો આપણી અપેક્ષા બહારનો વિકાસ થયો છે. સમગ્ર પ્રદેશે વિકાસની રફતાર પકડી છે. આપણી આવનારી પેઢીનું ભવિષ્‍ય મોદી સરકારે સલામત કર્યું છે. શિક્ષણથી લઈ આરોગ્‍ય સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ થઈ છે. તેમણે બહુરૂપિયા તકસાધુઓના ફંદામાં નહીં ફસાવા પણ લોકોને સમજણ આપી હતી.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, જ્‍યારથી દેશમાં મોદી સરકારનું આગમન થયું છે ત્‍યારથી ગરીબોના કલ્‍યાણની ચિંતા સ્‍વયં સરકાર કરી રહી છે. કોરોનાની મહામારીથી લઈ અત્‍યાર સુધી મફત રાશન આપવાની જવાબદારી મોદી સરકારે પોતાના શિરે લઈ ગરીબો બે ટંક સારૂં ભોજન જમી શકે તેની કાળજી રાખી છે. દમણ-દીવમાં આપણી અપેક્ષાની બહારનો વિકાસ થયો છે. તેમણે લોકોને સંગઠિત રહેવા પણ પ્રેરિતકર્યા હતા.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે તળાવ ફળિયા કોમ્‍યુનિટી સેન્‍ટરના કરેલા નિર્માણને યાદ કરી ખાત્રી આપી હતી કે, યુવાનોની તંદુરસ્‍તી માટે જીમની વ્‍યવસ્‍થા તેઓ પોતાના એમ.પી. ફંડમાંથી કરવાનો પ્રયાસ કરશે અને દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વાંચનાલય શરૂ કરવાના રજૂ કરેલા પ્રસ્‍તાવને વધાવ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, યુવાનોએ નિયમિત જીમમાં જઈ શરીર તંદુરસ્‍ત રાખવું જોઈએ અને મગજને તંદુરસ્‍ત રાખવા માટે દરરોજ સારૂં સારૂં વાંચવું જોઈએ એવી ટકોર પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ રશિયા અને યુક્રેન સાથે થયેલા યુદ્ધ દરમિયાન ભારત સરકારના પ્રયાસથી સહીસલામત રીતે વિદ્યાર્થીઓના સ્‍વદેશ આગમન માટે મોદી સરકારે કરેલા પ્રયાસની માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હૈયામાં પણ ગરીબોના કલ્‍યાણની લાગણી રહેલી છે. તેથી જ તેમણે ગરીબો માટે વિશેષ આવાસ યોજનાનું પણ નિર્માણ કર્યું છે. ગરીબોના બાળકોને પણ ઉત્તમ શિક્ષણ મળી રહે અને પૌષ્‍ટિક ખોરાક મળે તેની કાળજી પણ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે જણાવ્‍યું હતું કે, મોટી દમણવિસ્‍તારના લગભગ તમામ રોડોનું કામ પૂર્ણ થયું છે અથવા તો ક્‍યાંક ક્‍યાંક ચાલી રહ્યું છે. તેમણે લોકોને પોતાની સમસ્‍યા લઈને જિલ્લા પંચાયતના કાર્યાલયમાં આવવા પણ પ્રેરિત કર્યા હતા.
દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસનો ચિતાર આપ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ કર્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભામટી તળાવ ફળિયાના કોમ્‍યુનિટી સેન્‍ટર ખાતે વાંચનાલય માટે મેગેઝીન અને ન્‍યુઝ પેપરો પુરા પાડવાની જવાબદારી લીધી હતી.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રા.પં.ના ઉપ સરપંચ શ્રી મિલનભાઈ રાયચંદ, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિમલભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી શ્રી કિરીટ દમણિયા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી સીતારામ, ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી પ્રમોદભાઈ દમણિયા, દમણવાડાના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી હરેશભાઈ (પપ્‍પુભાઈ) બારી, શ્રી રમણભાઈ લાકડાવાલા સહિત મોટી સંખ્‍યામાં ભામટી તળાવ ફળિયાના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

વાપીમાં ગટર જામની સમસ્યાનો સ્વાગત કાર્યક્રમમાં ત્વરિત નિકાલ થતા ૫૦ ઘરના રહીશોને રાહત

vartmanpravah

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment