April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી જુદા જુદા જિલ્લામાંથી ચોરી કરેલ 10 જેટલી મોટર સાયકલો સાથે 3 ચોરોને મહારાષ્‍ટ્રના કલવણથી ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી અલગ અલગ જિલ્લામાંથી ચોરી કરેલ 10-જેટલી મોટર સાયકલોના રૂા.1.81 લાખના મુદ્દામાલ સાથે ત્રણ જેટલાને ઝડપી પાડ્‍યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી એસ.કે. રાયના માર્ગદર્શન સૂચના અનુસાર ચીખલી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં લાગેલા અલગ અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરતા આશરે 50 થી 55 વર્ષનો અજાણ્‍યો વ્‍યક્‍તિ મોટરસાયકલની ચોરી કરી ચીખલીથી ખુડવેલ-ઉમરકુઈ થઈ મહારાષ્‍ટ્રના હળમતમાળ, સુરગાણા સુધી 97 કિમી સુધી સતત સીસીટીવી ફોલો કરતા તેકલવાણા તરફ જતો હોવાની હકીકત ફલિત થતા તેના ફોટાના આધારે સાપુતારાથી ચીખલી બસ ડેપોમાં આવતા જતા રાહદારીઓ અને ડ્રાઇવર, કંડકટરો સાથે સંપર્કમાં રહેતા મોટરસાયકલની ચોરી કરનાર શશીકાંત ઉર્ફે અપ્‍પા દીધુ સોનવણે (ઉ.વ-49) (રહે.કલવણ જી.નાશીક મહારાષ્‍ટ્ર) કલવણ ગામે ઓટો ગેરેજ ચલાવનાર કલવણ ના મનોહર ઉર્ફે ગોવિંદ પ્રકાશ સાતવ તથા સઈદ ઉર્ફે મુન્ના પીરમોહમદ શેખ ને વેચી દેતો હોવાની હકીકત બહાર આવતા ચીખલી, ધરમપુર, વઘઈ તેમજ બીલીમોરા વિસ્‍તારમાંથી ચોરી કરેલ દસ જેટલી મોટર સાયકલના રૂા.1.81 લાખના મુદ્દમાલ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી.
આરોપી મહારાષ્‍ટ્ર રાજ્‍યમાંથી બસમાં સાપુતારા આવી બસમાં રાજ્‍યના અલગ અલગ જિલ્લામાં જઈ બસ ડેપો હોસ્‍પિટલ, જાહેર પાર્કિંગના સ્‍થળો હાર્ટ બજારોમાં પાર્ક કરેલ હીરો હોન્‍ડા મોટરસાયકલના સ્‍ટેરીંગ તોડી પક્કડ વડે વાયર કાપી ડાયરેક્‍ટ કરી ચોરી જતા હતા.

Related posts

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

વલસાડને મળ્યુ કેવડીયા-ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ

vartmanpravah

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

vartmanpravah

Leave a Comment